Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોનાની સંભવીત ત્રીજી લહેર અટકાવવા માટે ચા-પાન, શાકભાજીના વેપારીઓને વેકસીનેશન કરાવતી પોલીસ

ભકિતનગર પોલીસે ૮૦, માલવીયાનગર પોલીસે ૭૦, તાલુકા પોલીસે ૧૨૦, આજી ડેમ પોલીસે ૧૦૦, સુપર સ્પ્રેડર્સોને વેકસીન અપાઈ

રાજકોટઃ કોરોના મહામારી અનુસંધાને વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત હોય, જે અનુસંધાને શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમની સૂચનાથી કોરોનાની સંભવીત ત્રીજી લહેર અટકાવવા માટે સુપર સ્પ્રેડર્સો જેમા ચા-પાનના ગલ્લા ધારકો, શાકભાજીનું વેચાણ કરતા નાના વેપારીઓ તથા છૂટક વસ્તુઓનું વેચાણ કરતા ફેરીયાઓ સહિતનું વેરીફીકેશન કરી ફરજીયાત કોરોનાની રસી મુકાવે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકે તે અનુસંધાને ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ સ્ટાફ સાથે, હુડકો પોલીસ ચોકના ગુંદાવાડી પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુપર સ્પ્રેડર્સોનું વેરીફીકેશન કરી જેમાં હુડકો શાકમાર્કેટ, દેવપરા શાકમાર્કેટ, ગુંદાવાડી શાકમાર્કેટ તથા ગુંદાવાડી બજારમાં બેસતા ફેરીયાઓને રૂબરૂ મળી તેમજ માઈક એનાઉન્સથી તેમજ પોસ્ટરો લગાવી અંદાજીત ૭૦થી ૮૦ જેટલા સુપર સ્પ્રેડર્સોને કોરોના રસી મુકાવવા માટે માર્ગદર્શન અને સમજ આપી હતી અને આવનારા સમયમાં વધુ સુપર સ્પ્રેડર્સોને શોધી તેઓનું વેરીફીકેશન કરી ફરજીયાત કોરોનાની રસી મુકાવવા તજવીજ હાથ ધરી છે. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે.વી. ધોળા તથા પીએસઆઈ એન.ડી. ડામોર સહિતના સ્ટાફે મવડી ગામમાં અને ૪૦ ફુટ રોડ, શનિવાર બજારમાં બેસતા નાના-મોટા ૧૨૦ જેટલા વેપારીઓ સહિતના લોકોને નાનામવા આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન આપવામાં આવી હતી અને માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ એ.એન. ભુકણ સહિતના સ્ટાફે મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર શાકમાર્કેટ સહિતના વિસ્તારના વેપારીઓ સહિત ૭૦ જેટલા લોકોને વેકસીન આપવામાં આવી હતી અને આજી ડેમ પોલીસ મથકના પીઆઈ જે.વી. ચાવડા સહિતના સ્ટાફે માંડાડુંગર શાકમાર્કેટ, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં બેસતા નાનામોટા વેપારીઓ તથા ફેરીયાઓને રૂબરૂ મળી અંદાજીત ૧૦૦ જેટલા સુપર સ્પ્રેન્ડર્સોને રસી મુકવામાં આવી હતી. તેમજ પબ્લીકની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ સુપર સ્પ્રેડર્સ પોઈન્ટ નક્કી કરી જે નક્કી કરેલ પોઈન્ટ પર લોકો જોઈ શકે તે રીતે કોરોના વેકસીનેશન તેમજ કોરોના સંક્રમણ અટકાવવા અંગેના પોસ્ટરો લગાવી લોક જાગૃતિની કામગીરી કરવાનો અભિગમ અપનાવેલ છે.

(3:44 pm IST)