Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રેસકોર્સ મેદાનમાં જાહેર જનતાના પ્રવેશ ઉપર પ્રતિબંધઃ ચારેય દરવાજા સીલ

મોર્નિંગ વોક કરનારા અને રમતવીરોનું મેદાન છીનવાતા કચવાટ

રાજકોટ,તા.૮: વર્તમાન કોરોના મહામારીનાં કારણે લોકોની ભીડ એકઠી ન થાય માટે તંત્ર વાહકો દ્વારા રેસકોર્ષ બગીચામાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન ફન વર્લ્ડ બાજુમાં આવેલ રેસકોર્સ મેદાનનાં ચારેય દરવાજા સીલ કરી આ મેદાન જાહેર જનતા માટે બંધ કરી દેવાતા લોકોમાં ભારે કચવાટ ફેલાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રેસકોર્ષ મેદાનમાં સવારે ક્રિકેટ રમતા રમતવીરો અને મોર્ર્નીંગ વોકમાં આવતા લોકોની ભીડ જામતી હોય સાંજે પણ અહીં અનેક લોકોની ભીડ જોવા મળતી હોય કોરોના સંક્રમણ ફેલાય નહિ તેવા હેતુથી તંત્ર વાહકોએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ મેદાનનો એરપોર્ટ તરફનો તેમેજ પોલીસ કમિશ્નર બંગલા સામેનો અને ફન વર્લ્ડ બાજુનો તથા એથ્લેટીક ગ્રાઉન્ડ વાળા રસ્તા એમ આ ચારેય મુખ્ય પ્રવેશ દ્વારો ફરતે પતરા લગાવી સીલ કરી દેવાયા છે. જેના કારણે હવે આ મેદાનમાં જાહેર જનતાને પ્રવેશ નિઃષેધ થઇ ગયો છે. ( તસ્વીરઃ અશોક બગથરીયા )

(3:44 pm IST)