Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભાજપ અનુ.જાતિ મોરચાની બેઠક

શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અનુ.જાતિ મોરચાના મહામંત્રી વિક્રમભાઇ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરાની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ ઉપપ્રમુખ તથા શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયાની આગેવાનીમાં શહેર ભાજપ અનુ.જાતિ મોરચાની બેઠક યોજાઇ હતી. આ બેઠકનું સંચાલન મહેશ રાઠોડે અને સ્વાગત પ્રવચન મહેશ અઘેરાએ તેમજ અંતમાં આભારવિધિ નાનજીભાઇ પારઘીએ કરેલ. બેઠકમાં વિક્રમભાઇ ચૌહાણે જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણવાળી કેન્દ્રની ભાજપા સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દ્વારા લોકોપયોગી કાર્યો થઇ રહ્યા છે. ત્યારે અનુ.જાતિ મોરચાના કાર્યકર્તાઓ પણ આ સેવાકાર્યોમાં અગ્રેસર રહેશે. આ બેઠકમાં શામજીભાઇ ચાવડા, અનીલ મકવાણા, ગીરીશભાઇ પરમાર, ડી. બી. ખીમસુરીયા, ભનુભાઇ ખીમસુરીયા, નરેશભાઇ દવેરા, વિજય પરમાર, ગીરીશભાઇ ખીમસુરીયા, પ્રવિણ મકવાણા, જયેશભાઇ ઘાવરી, શંકરભાઇ વાઘેલા, કીશન પરમાર, ગૌતમ ચૌહાણ, જીજ્ઞેશ ચૌહાણ, ભરતભાઇ વાઘેલા, કાળુભાઇ વાઘેલા, નીતિન બારોટ, પ્રશાંતભાઇ રાઠોડ, ભારતીબેન મકવાણા, સંજય બગડા, અજય પરમાર, નીતિન રાઠોડ, હાર્દીક ગોહેલ, મૌલિક પરામર, પ્રવીણ ચાવડા, હિતેશ સોલંકી, મયુર બથવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)