Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના કાળમાં વિવિધ રાહત કાર્યો

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજમોટ દ્વારા કોરોના રાહત અંતર્ગત વિવિધ કાર્યો હાથ ધરાયા હતા. ૨૮ જરૂરતમંદ દર્દીઓને ઓકસીજન કોન્સ્ટ્રેટર અને ૧૯ દર્દીઓને ઓકસીમીટીર્સનું વિનામુલ્યે વિતરણ કરાયેલ. ઉપરાંત ૯૦ સ્ટીમ ઇન્હેલર વિતરીત કરાયા હતા. ઉપરાંત રાજકોટના ૧૯૧, અમદાવાદના ૧૮૫, સોમનાથના ૮૧, જુનાગઢના ૨૭ જરૂરીયાતમંદ પરિવારો મળી કુલ ૪૮૪ પરિવારોને ઘઉંનો લોટ, ચોખા, મદગાળ, તેલ, ચા-ખાંડ, ગરમ મસાલો, બાકસ સહીતની રેશન કીટનું વિતરણ મે માસમાં કરાયુ હતુ. સુરત જિલ્લાના કીમ ખાતે ૪૦ કોરોનાના દર્દીઓને આખો માસ ભોજન પુરૂ પાડવામાં આવેલ. રાજકોટ પોલીસ ડીપાર્ટમેન્ટ માટે ૧૮૦૦ એન ૯૫ માસ્ક ડીસીપી મનોહરસિંહ જાડેજાને અર્પણ કરાયા હતા. ઉપરાંત કચ્છના બિદડામાં ૬૦૦ મેડીકલ કીટ વિતરણ કરવામાં આવેલ. દર્દીઓને માનસીક તણાવ હળવો થાય તે માટે સ્વામી વિવેકાનંદજીના અંગ્રેજી પુસ્તક થોટસ ઓફ પાવરના ગુજરાતી અનુવાદીત પુસ્તકો હોસ્પિટલોમાં વિતરીત કરાયા હતા.

(3:46 pm IST)