Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

હિરાસર એરપોર્ટ પર ટેસ્ટીંગ ફલાઇટ મુંબઇથી ફેબ્રુઆરી-ર૦રરમાં ઉતરશે

ગાંધીનગર ખાતેની આજની મીટીંગમાં એઇમ્સ-હિરાસર અંગે ખાસ સમીક્ષા : ૨૦૨૩થી એરપોર્ટ શરૃઃ યુધ્ધના ધોરણે આગળ વધતો પ્રોજેકટ

રાજકોટ, તા., ૮: રાજકોટથી ૨૦ કી.મી. દુર અમદાવાદ હાઇવે ઉપર હીરાસર ગામ નજીક આંતરરાષ્ટ્રીય કક્ષાનું ર૬૦૦ એકર જગ્યામાં એરપોર્ટ બની રહયું છે. આજે ગાંધીનગર ખાતે હીરાસર અને ખંઢેરી પાસેના એઇમ્સ પ્રોજેકટ અંગે ખાસ સમીક્ષા મુખ્યમંત્રીએ હાથ ધરી છે અને કલેકટરને પણ બોલાવ્યા છે. દરમિયાન હિરાસર એરપોર્ટ અંગે અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે અત્યંત મહત્વના હિરાસર એરપોર્ટ પર ટેસ્ટીંગ માટે મુંબઇથી પ્રથમ ફલાઇટ ર૦રરના ફેબ્રુઆરીમાં ઉતરશે અને ર૦ર૩થી એરપોર્ટ શરૂ થઇ જશે. હાલ યુધ્ધના ધોરણે આ પ્રોજેકટ આગળ વધી રહયો છે.

(3:49 pm IST)