Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોનામાં મોત થનાર પત્રકારોને ૧૦ લાખ સહાય આપવા માગણી

લોકોને મહામારીની દરેક અપડેટ રાખતા પત્રકારોની ઉપેક્ષા : પત્રકારોને પણ વોરિયર્સ ગણીને તેમના પરિવારને સહાય ચુકવવા પત્રકારોની માગ, કોરોનાથી ૫૨ પત્રકારોના મોત

રાજકોટ, તા. : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ દેશમાં મોટી સંખ્યામાં પત્રકારોનો પણ ભોગ લીધો છે. મહામારીમાં રાજ્યના ૫૨ પત્રકારોનાં મોત થયા છે. કમનસીબે કપરા સમયમાં પોતાની જાવની પરવા કર્યા વિના દેશના નાગરિકોની સેવામાં સતત ખડા રહેતા પત્રકારોને કોરોના વોરિયર્સને મળવું જોઈએ કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું નથી. એટલું નહીં દરમિયાન અનેક પત્રકાર પરિવારની આર્થિક સ્થિતિ ખૂબજ કથળી ગઈ છે ત્યારે  પત્રકારોનાં હિત માટે દેશભરમાં લડત ચલાવતા પત્રકાર સંગઠ્ઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોના કાળમાં મોત ને ભેટેલા પત્રકારોનાં પરિવારજનો ને દસ લાખની તાત્કાલિક સહાય આપવા માગ કરવામાં આવી છે. કોરોનામાં પત્રકારોના મોત અંગે દિલ્હીની એક સમાચાર સંસ્થાયે યાદી પણ બેબસાઈટમાં પ્રસિદ્ધ કરી છે. જોકે છતાં પત્રકારોના પરિવારો આર્થિક સહાયથી વંચિત છે.

મળતી માહિતી પ્રમાણે પત્રકારોના કુટુંબમાં પણ ગણા મોત થયા હોવાની શંકા વ્યક્ત કરાય છે. વળી એક અંદાજ પ્રમાણે ૨૫ ટકા પત્રકારોને કોરોના થયો છે. તેમાંએ વરિષ્ઠ પત્રકારોની સંખ્યા મોટી છે. કુટુંબના સભ્યોને પણ કોરોનાના રોગચાળામાં સપડાયા છે. આવી સંખ્યા હજારથી ઓછી નથી.

પત્રકારોને કોરોના વોરીયર્સ તરીકે ગણીને કેન્દ્ર સરકાર અને દેશની બીજી સરકારોએ રાહત પેકેજ જાહેર કર્યા છે પણ ગુજરાત સરકારે એવું કંઈ કર્યું નથી. તેથી પત્રકારોની લાગણી છે તે ગુજરાતની વિજય રૂપાણીની સરકાર અંગે ઉદાર અભિગમ રાખી સહાય જાહેર કરે. તે માટે કેન્દ્ર સરકાર અને રાજસ્થાન સરકારને મોડેલ બનાવી શકે છે. સરકાર મીડિયા સાથે સીધી રીતે સંકળાયેલા, રિપોર્ટરથી લઈને ડેસ્ક પર કામ કરનારા તમામ પત્રકારોને સહાયમાં આવરી લે એવી માગણી કરવામાં આવી છે.

માહિતી ખાતા દ્વારા ૩૩ જિલ્લા અને શહેરોમાં કોરોનાથી અવસાન પામેલા પત્રકારોની સત્તાવાર વિગતો મેળવવી જોઈએ. સાપ્તાહિક કે કોઈ અવધીના સમાચાર પત્રો હોય. વેબસબાઈટ, ટીવી, રેડિયો, છાપાના કોઈ પણ વિભાગમાં કામ કરતાં સ્ટાફમાંથી કોઈના અવસાન થયા હોય તો તેની વિગતો મેળવીને તેમને સહાય કરવી જોઈએ.

જે પત્રકારોએ કોરોનાની તબીબી મદદ કે સારવાર કે સર્જરી કરાવેલી હોય તે તમામને રાજ્ય સરકાર ઉદાર હાથે મદદ કરવી જોઈએ એવી માગણી પત્રકારો દ્વારા કરવામાં આવી છે. જે પત્રકારોના અવસાન થયા છે તે જે સંસ્થામાં કામ કરતાં હોય તે સંસ્થા તરફથી તેમને વળતર કે ખર્ચ આપવામાં આવે. તેની વિગતો સરકારે મેળવીને મજૂર કાયદાનો અમલ કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. આવી સંસ્થાઓ કલ્યાણકારી યોજના બનાવે, એવી લાગણી પણ પત્રકારો વ્યક્ત કરી રહ્યાં છે. જે પત્રકારોની નોકરી ગઈ છે તેમને સરકાર બેકારી ભથ્થું આપવું જોઈએ. રાજ્યમાંથી વિગતો એકઠી કરવા માટે જે પત્રકારોએ અપીલ કરી હતી તેમાં કિરીટ ગણાત્રા, દિલીપ પટેલ, હરિ દેસાઈ, ઈશુદાન ગઢવી, શ્યામ પારેખ, ધીમંત પુરોહીત, વિક્રમ વકિલ, ભાર્ગવ પરીખ અને  ગોપી મણીયારનો સમાવેશ થાય છે.

મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, માહિતી ખાતાના સચિવ સમક્ષ પત્રકારોએ વ્યક્તિગત અને સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી છે. હવે દરેક જિલ્લામાં પત્રકારો રજુઆત કરશે. તેઓ પત્રકારોની સુરક્ષા માટે સરકાર કાયદો લાવે અને આરોગ્યની સુવિધા અંગે અગાઉ સરકારે પરિપત્ર કરેલો છે તેને વધારે અનુકૂળ કરી યોગ્ય આદેશો કરે એવી માંગણી કરવાના છે.

(7:55 pm IST)