Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટ બેડી ચોકડીથી ગ્રીનલેંડ ચોકડી વચ્ચે આવેલ રેડ રોઝ હોટેલ સામેથી વિદેશી દારૂની ૧૨૫ પેટી ભરેલા ટ્રક સાથે ત્રણ શખ્સોને પકડી પાડતી એસ.ઓ.જી/પેરોલ ફરલો સ્ક્વોડ

રાજકોટ: શહેરના પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી અહેમદ ખુરશીદ  તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન - શ્રી પ્રવીણકુમાર મીણા  તથા નાયબ પોલીસ કર્મીશ્નર શ્રી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સૂચના અને એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની રાહબરીમાં  એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કોન્સ સીરજભાઇ ચાનીયા તથા પો.કોન્સ અઝરુદીનભાઇ બુખારી તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયાને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે રાજકોટ બેડી ચોકડીથી ગ્રીનલેંડ ચોકડી વચ્ચે આવેલ રેડ રોઝ હોટેલ સામેથી એક આઇશર કંપનીનું મોડલ ન- ૧૧૧૦ નો ટ્રક જેના રજી નં-GJ 10 2 5175 વાળુ થોડીજ વારમાં ઇગ્લીશ દારુનો મોટો જથ્થો ભરી પસાર થનાર છે.જે આધારે અમો તથા ઉપરોક્ત સ્ટાફના માણસો તુરત જ વર્ણન વાળી જગ્યાએ ખાનગી કપડામાં લપાઇ પાઇને વોચમાં ગોઠવાઇ ગયેલા ત્યારબાદ થોડી ક્ષણોમાં વર્ણનવાળુ આઇશર હકીકતવાળી જગ્યાએથી પસાર થતા જે આઇશર ટ્રકનું પાઇલોટીંગ કરતા બે ઇસમો તથા આઇશર ટ્રકમાંથી મળી આવેલ ક્લીનર ઇસમને યુક્તિ પ્રયુક્તીથી કોર્ડન કરવામાં આવેલ ત્યારબાદ નીચે મુજબની સફળતા રાજકોટ શહેર એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્ક્વોડને મળવા પામેલ છે.

આરોપીઓ :(૧) સંજય છગનભાઇ ડોબરીયા ઉ.વ-૩૪ રહે આજીડેમ ચોકડી શીવમ પાર્ક શાકમાર્કેટની બાજુમા રાજકોટ મુળ ભાડલા ગામ તા.જસદણ જી રાજકોટ (ર) મહેશ વાઘજીભાઈ સરવૈયા ઉ.વ-૬૩ રહે. ભાડલા ગામ તા.જસદણ જી રાજકોટ (૩)મનીષ લવજીભાઇ સાવલીયા ઉ.વ-૪૮ વધો.ફેબ્રીકેશન રહે.સૌરાષ્ટ્ર ગ્રીન સીટી સોસાયટી બીલ્ડીંગ ન-એ/૨૫ પર ન-૧૦૨ હજીરા રોડ વેલેંજા સુરતને પકડી લેવાયા છે.

આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ : (૧) ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલો કુલ નંગ- ૭૮૦ તથા ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૩૨ તથા ૫૦૦ એમ.એલ.ના ટ્યુબર્ગ કંપનીના બીયરના ટીન નંગ-૨૮૮ મળી કિ.રૂા.૩,૬૧,૫૦૦/

(૨) આઇશર કંપનીનું મોડલ નં- ૧૧૧૦ નો ટૂક જેના રજી નં-GJ 10 2 5175 ની કિ૨ ૮,૦૦,૦૦૦/ (૩) મોબાઇલ ફોન નંગ-૩ કીમત રૂ.૧૧૦૦૦/ (૪) એક મો.સા જેના જિ ન- GJ 03 FS 7810 કીમત રૂ.૫૦૦૦/- મળી કુલ રૂપીયા કી.રૂ ૧૧,૯૭,૫૦૦નો કબ્જે થયો છે.

 એ.સી.પી ક્રાઇમ  ડી.વી.બસીયા  તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.વાય.રાવલ તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.એસ અસારી તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ તથા એ.એસ.આઇ. બાદલભાઇ દવે તથા પો.કોન્સ. અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ સીરાજભાઇ ચાનીયા તથા પો.કોન્સ. અઝરૂદિનભાઇ બુખારી તથા પો.કોન્સ જયદેવર્સી પરમાર મહીલા પો.કોન્સ. શાનુબેન મુળીયા તથા સોનાબેન મુળીયા તથા ભુમીકાબેન ઠાકર તથા ડ્રા.એ.એસ.આઇ ચંદ્રકાન્તભાઇ ગોંડલીયાએ આ કામગીરી કરી છે.

(9:40 pm IST)