Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પ્રોહીબીશન તથા મારામારી કરનાર ઇસમને પકડવા પોલીસ કમીશનરે વોરંટ ઇસ્‍યુ કર્યુ : એરપોર્ટ પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી

પાસા અધિનિયમના નવા સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી

રાજકોટ :  પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશનર ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમીશનર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા ની સુચના મુજબ તથા ઉતર વિભાગ ACP ટંડેલના સિધ્‍ધા માર્ગદર્શન હેઠળ આરોપીની પાસા દરખાસ્‍ત તૈયારી કરી મોકલવામાં આવેલ હતી. જે મજકુર ઇસમનું વોરંટ પોલીસ કમિશનર  દુવારા ઇશ્‍યુ કરતા પાસા વોરન્‍ટની એરપોર્ટ પોલીસ દ્વારા બજવણી કરી અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

બાબુભાઇ દેવશીભાઇ વાટીયા જાતે કોળી ઉ.વ.૪૦ રહે. ગારીડા ગામ તા. જી. રાજકોટવાળાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

પાસા અટકાતીના ગુન્‍હામાં (૧) કુવાડવા રોડ પો. સ્‍ટે.ના ગુ.ર. નં. ૧૧ર૦૮૦૩૭ર૦૦૦૯૧/ર૦ ઇ.પી. કો. કલમ ૩ર૪ મુજબ (ર) કુવાડવા રોડ પો. સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં.૧૧ર૦૮૦૩૭ર૦૧પર૪/ર૦ પ્રોહી ૬પઇ મુજબ (૩) કુવાડવા રોડ પો. સ્‍ટે.ના ગુ.ર.નં. ૧૧ર૦૮૦૩૭ર૦૧પપ૮/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩ર૪ મુજબ (૪) કુવાડવા રોડ પો. સ્‍ટે.ના ગુ.ર.નં. ૧૧ર૦૮૦૩૭ર૦૧પપ૯/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩ર૪ મુજબ ગુન્‍હો નોંધાયો છે.

આ કામમાં પો.ઇન્‍સ. એમ.સી.વાળા તથા પો.સ.ઇ.શ્રી એચ.આર. હેરભા તથા એ.એસ.આઇ, જે.જી. જાડેજા, જે.એલ. વાળા, પ્રો. હેડ કોન્‍સ. યોગેન્‍દ્રભાઇ ચૌહાણ, અશોકભાઇ કલાલ થા પો. કોન્‍સ. દિવ્‍યારાજસિંહ ચુડાસમા મહાવીરસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા રોકાયા હતા.

(10:50 pm IST)