Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

છેલ્લા બે માસમાં ૩૪ હજાર લોકોએ રામવન નિહાળ્‍યુ

એપ્રિલમાં ૧૪ હજાર તથા મે માસમાં ર૦ હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી

રાજકોટ તા. ૮ :.. આ અંગે શહેરા નાગરીકોને શહેરના ટ્રાફીક તેમજ પ્રદુષણથી દૂર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ પાસે ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્‍ટ રામવન વિકસાવવામાં આવેલ છે. વેકેશન માસ (એપ્રિલ-ર૦ર૩ થી મે-ર૦ર૩ સુધી) દરમિયાન ૩૪૪૭૧ લોકોએ મુલાકાત લીધી હતી તેમજ રામવનના લોકાર્પણથી લઇને આજ સુધીમાં ર૭પ૭ર૦ નાગરીકોએ મુલાકાત લીધી હતી.

તેમ મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર કંચનબેન સિધ્‍ધપુરા સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ઇ. ચા. મ્‍યુનિ. કમિશનરશ્રી અનિલ ધામેલીયા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, શાસક પક્ષના દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્‍વામીએ જણાવ્‍યું હતું કે, રામવનમાં રામ સેતુ, એડવેન્‍ચર બ્રીજ, ચિલ્‍ડ્રન પ્‍લે-ગ્રાઉન્‍ડ, રાશિવન ગજેબો ૮ નંગ સહિતની સુવિધાઓ વિકાસવામાં આવી હતી.

આ રામવનના વિસ્‍તારમાં નાના-મોટા કુલ ૮૦,૦૦૦ નંગ જેટલા વિવિધ ૮૦ જેટલી પ્રજાતિના શ્રબ, હેઝ પ્‍લાન્‍ટ, ઓર્નામેન્‍ટલ પ્‍લાન્‍ટ, ફલાવરિંગ પ્‍લાન્‍ટ, પામ વેરાયટી, મેડીસીનલ પ્‍લાન્‍ટ, ફુટ પ્‍લાન્‍ટ વિગેરેનું વાવેતર કરેલ છે. જેમાં કુલ રપ પૈકીના ર બ્‍લોકમાં મિયાવાકી થીમ બેઇઝ પ્‍લાન્‍ટેશન, રેસ્‍ટિંગ પોઇન્‍ટ તરીકે ૩૦૦૦ ચોરસ મીટરનો લોન પ્‍લોટ, બાલક્રિડાંગણ તથા રાશીવન વિગેરે બનાવવામાં આવેલ છે. આ રામવનના સમગ્ર વિસ્‍તારના વૃક્ષોને ડ્રીપ ઇરીગેશન પધ્‍ધતિથી પિયત આપવામાં આવે છે. જેથી પાણીનો વપરાશ ન્‍યુનતમ  થાય તથા વિકાસ પામનારા રામવનના વૃક્ષો વિકાસ માટે રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે.

રામવન મંગળવારથી રવિવાર સવારે ૧૦ થી સાંજે પ.૩૦ સુધી નાગરીકોને ફરવા માટે ખુલ્લું હોય છે. તથા દર સોમવારે રજા હોય છે. વેકેશન માસ મુલાકાત લીધી હતી.

માસ એપ્રિલ-ર૦ર૩ માં ૧૪૦ર૦, મે-ર૦ર૩ માં ર૦૪પ૧ મુલાકાતીઓની, જયારે તા. ૩૧ ઓગસ્‍ટમાં આજ દિન કુલ સંખ્‍યા ર૭પ૭ર૦ મુલાકાતીઓ રામવન નિહાળ્‍યો હતો.

(4:24 pm IST)