Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

નોકરી અપાવવાના બહાને ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનનારને રૂા. ૪૩ હજાર પરત અપાવતી પોલીસ

બી-ડીવીઝન પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી પૈસા પરત અપાવ્‍યા

રાજકોટ તા. ૮: સામાકાંઠા વિસ્‍તારમાં નોકરી અપાવવાના બહાને ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનાર યુવતીને બી ડીવીઝન પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી રૂા. ૪૩ હજાર પરત અપાવ્‍યા હતા.

મળતી વિગત મુજબ સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા યુવતીને નોકરી માટે અલગ-અલગ ઓનલાઇન જોબ એપ્‍લીકેશનમાં જોબ માટે એપ્‍લાઇ કરેલ જેમાં ઓનલાઇન ધ શાઇન જોબ નામની એપ્‍લીકેશનમાં નોર્મલ ચાર્જ રૂા. ૧૦૦ ડેબીટ કાર્ડથી ભરવા માટે એક લીંક તેના મોબાઇલમાં આવી હતી. બાદ યુવાને આ લીંકમાં પોતાના ડેબીટ કાર્ડ નંબર તેમજ અન્‍ય વિગતો સાથેની માહિતી મોકલી હતી.ત્‍યારબાદ બેંક ખાતામાંથી અલગ-અલગ રૂા. ૪૯૭૯૮ ના બે ટ્રાન્‍જેકશન થતા તેની યુવતીને જાણ થતા પોતે સાયબર ક્રાઇમ હેલ્‍પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર સંપકર્મ કરી પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ કરી હતી અને સાથોસાથ બેંકના ખાતા બાબતે કસ્‍ટમર ફેરમાં જાણ કરી ટ્રાન્‍જેકશન સ્‍ટોપ કરવા ઓનલાઇન ફરિયાદ કરી હતી. જે અરજી બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવતા પી.આઇ. કે. જે. કરપડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. આઇ. શેખ, કોન્‍સ. રાજદીપભાઇ તથા કોન્‍સ. પુજાબેન વાળાએ ટેકનીકલ એનાલીસીસ કરી યુવતીને રૂા. ૪૩૦૯૮ ની રકમ પરત અપાવી હતી.

(5:01 pm IST)