Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

માલ ખરીદીની સામે આપેલ ચેક ડિસઓનર થતાં ૧ વર્ષની સજા તથા ચેકની રકમનું વળતર ચુકવવા આદેશ

રાજકોટઃ શહેરના રામકૃપા એન્‍જીનીયરીંગના પ્રોપરાઈટર મહેશ રતિલાલ મુંગપરાએ ફોર્ચ્‍યુન ઓટોના પ્રોપરાઈટર ધવલ ઉમેશભાઈ પટેલ ઠે. ધોળકા, જી.અમદાવાદની સામે રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર થતાં ફરિયાદ કરેલ.

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રામકૃપા એન્‍જીનીયરીંગના નામથી ઓટો પાર્ટસની ધંધો કરે છે. ફરિયાદીને ત્‍યાં ત્‍હોમતદારે ફોર્ચ્‍યુન ઓટોના નામથી પેઢીનું ખાતું પાડેલ અને રૂા.૧૯,૫૪,૦૦૦ (અંકે રૂપિયા ઓગણીસ લાખ ચોપ્‍પન હજાર પુરા) ઉધાર માલની ખરીદી કરેલ. સદરહું રકમ ભરપાઈ કરવા ત્‍હોમતદારે રૂા.૫,૦૦,૦૦૦ (અંકે રૂપિયા પાંચ લાખ પુરા)ના ૨ (બે) ચેક એટલે કે કુલ રૂા.૧૦,૦૦,૦૦૦ (અંકે રૂપિયા દસ લાખ પુરા)ના ચેકો એકસીસ બેન્‍ક, બાવળા બ્રાન્‍ચના ફરિયાદીની તરફેણમાં રીસીવ કરી આપેલ.

ઉપરોકત ઉલ્લેખેલ ચેકની વસુલાત મેળવવા ફરિયાદીએ તેના બેન્‍ક એકાઉન્‍ટમાં રજુ રાખતાં સદરહું ચેકો વગર સ્‍વિકાર્યે પરત ફરેલ. જેથી ત્‍હોમતદારને નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરેલ અને ડિસઓનર થયેલ ચેકોની રકમ ડિમાન્‍ડ કરેલ પરંતુ નોટીસ પિરીયડમાં ફરિયાદ દાખલ થતાં સુધી ડિસઓનર થયેલ ચેકોની રકમ ત્‍હોમતદારે ચુકવેલ ન હોય, ફરિયાદીને ફરિયાદ દાખલ કરવા ફરજ પડેલ.

ફરિયાદ દાખલ થતાં કોર્ટે આરોપીને સમન્‍સ ઈસ્‍યુ કરેલ અને નામદાર કોર્ટે સદરહું ફરિયાદ ચાલતા ફરીયાદીએ આરોપીએ તકસીરવાન ઠેરવવાના તમામ આવશ્‍યક તત્‍વો નિસંક રીતે પુરવાર કરી શકેલ હોવાથી ૧૩૮ના ગુન્‍હા સબબ આરોપીને તકસીરવાન ઠરાવેલ છે.

હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના સિધ્‍ધાંતો ધ્‍યાનમાં રાખી નામદાર કોર્ટએ ઠરાવેલ છે  કે આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવા તથા ચેક મુજબની રકમ ફરિયાદીીને વળતર પેટે હુકમની તારીખથી બે માસમાં ચુકવવા આદેશ કરવામાં આવેલ છે અને તે રકમ ચુકવવા નિષ્‍ફળ જાય તો વધુ ૬ (છ) માસની સજા કરવા હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં ફરિયાદી રામકૃપા એન્‍જીનીયરીંગ વતી એડવોકેટ રાજદીપ એમ. દાસાણી (મો.૯૬૦૧૭ ૧૫૬૪૬) તથા જયભારત ધામેચા (મો.૯૦૩૩૭ ૧૧૧૧૮) તથા આસીસ્‍ટન્‍ટ તરીકે હાર્દિક પોકલ રોકાયેલ હતાં.

(6:18 pm IST)