Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ર૧ જૂન વિશ્વ યોગા દિવસઃ કલેકટર તંત્ર શાનદાર કાર્યક્રમ યોજશેઃ બપોરે ગૃહમંત્રી હર્ષ સંઘવીની વીસી

કલેકટર તંત્ર દ્વારા રાજકુમાર કોલેજના મેદાન પર કાર્યક્રમ યોજે તેવી શકયતા

રાજકોટ તા. ૮ : આગામી તા. ર૧ જૂને રાજકોટ સહિત વિશ્વભરમાં આંતરરાષ્‍ટ્રીય યોગા-ડેની શાનદાર ઉજવણી થશે. આજે આ બાબતે બપોરે ૧ાા વાગ્‍યાથી રાજયના ગૃહ રાજમંત્રી શ્રી હર્ષ સંઘવીની તમામ કલેકટર તથા સંબંધીત અધીકારીઓ સાથે ખાસ વીસી યોજાશે, જેમાં જરૂરી સૂચનાઓ અપાશે.

એડી. કલેકટર શ્રી ખાચરે ‘‘અકિલા''ને જણાવ્‍યું હતુ઼ કે ગયા વર્ષે કલેકટર તંત્રનો યોગા-કાર્યક્રમ રાજકુમાર કોલેજ મેદાન પર યોજાયો હતો, આ વખતે પણ આવી શકયતા છે, જો કે બાદમાં કલેકટરશ્રી કહે ત ેપ્રમાણે નિર્ણય લેવાશે શ્રી ખાચરે જણાવેલ કે જીલ્લાના દરેક તાલુકામાં પણ યોગા-ડે સંદર્ભે શાનદાર કાર્યક્રમો થશે, શિક્ષકો, નાગરીકો, વિદ્યાર્થીઓ, તમામ અધીકારીઓ ખાસ જોડાશે.

(5:03 pm IST)