Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ગોહિલ ક્ષત્રિય ગિરાસદારના ઇષ્ટદેવ શ્રી મુરલીધર દાદાનું મંદિર ૧૦ કરોડના ખર્ચે નવનિર્માણ પામશે

દાદાના સિંહાસન માટે ૨૫૦ ઇંટ ખાસ વલ્લભીપુરના પુચ્છે ગામથી આવશેઃ રવિવારે ઇંટ પૂજન- દાદાના સામૈયા

રાજકોટઃ શહેરમાં શ્રી કાશી વિશ્વનાથમહાદેવજી મંદિરનું નવનિર્માણ થઇ રહયંુ છે ૪૫૪ વર્ષ પુરાણ મંદિર હોવાનું અને ૧૦ કરોડના ખર્ચે

નવનિર્મીત મંદિર બની રહયુ હોવાનું આગેવાનોએ જણાવ્યુ  હતું . સિંહાસન માટે વલ્લભી પુરના પચ્છે ગામમાંથી ૨૫૦ ઇંટો બનાવવામાં આવી છે. આ ઇંટનું પૂજન અને દાદાના સામૈયાનું અગામી રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યુ  છે ગોહિલ ક્ષત્રિય ગીરાસદાર-રાજકોટ પરિવાર દ્વારા

શ્રી મુરલીધર મહારાજ ની મૂર્તિ અને મંદિર નો ઇતિહાસ... જાણીએ. આ મૂર્તિ નો સાં પ્રથમ ઉલ્લેખ મહાભારત કાલીન સમયમાં મળી આવે છે તે મૂજબ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાંથી અર્જુનજી ને આ મૂર્તિ આપેલ હતી, મહાભારતના યુધ્ધ બાદ જયારે શ્રી કૃષ્ણ ભગવાન લદા માટે દ્વારિકા જતા હતા ત્યારે અર્જુનજી એ શ્રી કૃષ્ણ ના રથ પાછળ ૨/૩ કોક્ષ જતા ભગવાને તેમને પાછા વળવાનું કહેતા અર્જુનજી એ કહેલ કે હું  આપના વિના એક ક્ષણ પણ રહી શકીશ નહીં ત્યારે સ્વયમ શ્રી કૃષ્ણ ભગવાને પોતાનાં મુખમાંથી આ મૂર્તિ નું સર્જન કરી ને કહ્યું  કે જયારે આ મૂર્તિ નું પૂજન કરીશ ત્યારે હું  દિવ્ય સ્વરૃપે હાજર થઇશ.

શ્રી અર્જુનજી ને આપેલી આ મૂર્તિ એમનાં વારસદારો પાસેથી વારસાઇ પરંપરામાં શ્રી સેજકજી મહારાજ કે જે ગોહિલો ના મૂળ પુરૃષ હતા તેમને આ દિવ્ય મૂર્તિ આવેલી. રાજસ્થાન ખેરગઢ થી આવતાં સમયે સેજકજી મહારાજે આ મૂર્તિ પાઘડી માં સાથે રાખી  આવ્યા હતા. શ્રી મુરલીધર મહારાજ ના આદેશ થી જ તેઓ પાંચાળ ની ધરતી માં આવ્યા હતા. સ્વપ્ન માં પ્રભુ એ કહ્યું  હતું  તે પ્રમાણે રથ નું પૈડુ જે સ્થાન પર ગળી પડયંુ ત્યાં તેમણે સેજકપુર વસાવ્યુ  હતું  

સેજકજી ની કુળ પરંપરા માં ઇ.સ. ૧૫૭૦ થી ૧૬૦૦ ના સમય ગાળામાં રાઓલ વિસાજી ઉમરાળા-સિહોર ની ગાદી એ આવ્યા તેમનાં નાના ભાઇ ઓ દેવાજી ને પચ્છેગામ સહિત ૩ ગામ, વિસાજી ને અવાણીયા સહિત ૩ ગામ તથા મોકાજી ને નવણિયા સહિત ૩ ગામનો ગરાસ અપાયો.

દેવાજીબાપુ મુરલીધરજી ના પરમ ભકત હતા તેથી તેમને મુરલીધરજી ની મૂર્તિ માંગી, સેજકજી ના સમય ની મૂર્તિ પચ્છેગામ લઇ ગયા હાલ તે મૂર્તિ પચ્છેગામ માં મોજુદ છે.  જેથી રાજકોટમાં વસતા ક્ષત્રિય ગિરાસદાર ગોહિલ પરિવારો માટે દાદા ના ભવ્ય મંદિર ના ઉપયોગમાં લેવાની ''ઇંટ''ની પૂજા અર્ચના નું આયોજન કરવામાં આવ્યુ  છે. આ પૂજા અર્ચના કરેલી''ઇંટ'' શ્રી મુરલીધર દાદા ના સિંહાસનમાં ઉપયોગમાં લેવામાં આવશે.

તા :૧૧- રવિવાર ઇંટ પૂજન :સાંજે ૪ કલાકે, દાદા ના સામૈયા સાંજે ૫ઃ૩૦ કલાકે. સ્થળઃ કાશી વિશ્વનાથ મહાદેવજી મંદિર, વિષ્ણુ વિહાર સોસાયટી. રૃડા નગર-૨, યુનિવર્સિટી રોઙ રાજકોટ.

આયોજન ને સફળ બનાવવા દિલીપસિંહ ગોહિલ,પચ્છેગામ, (મો. ૯૮૭૯૫ ૧૮૩૬૯,)  દેવેન્દ્રસિંહ ગોહિલ, કુકડ, (મો.૯૮૨૪૪૨૪૨૨૮) તીર્થરાજસિંહ ગોહિલ- ત્રાપજ, જુવાનસિંહ ગોહિલ,બોચળવા, અજયસિંહ ગોહિલ-બોચળવા, અજયસિંહ ગોહિલ-રામણકા રઘુભા ગોહિલ-વડોદ, અજયસિંહ-ભોજપરા,સહદેવસિંહ-સામપરા, ઉપેન્દ્રસિંહ ગોહિલ-પાટણા (માતાજીના) કુલદીપસિંહ ગોહિલ- મુળ ધરાઇ, પ્રતિપાલસિંહ ગોહેલ-ભડલી, દિવ્યરાજ સિંહ '' -કુકળ, આદિત્યસિંહ'' ખીજળીયા (પાણાખાણ), મનોહરસિંહ '' લીમડા (હનુમાન), ઇન્દુભા રાઓલ-લાખણકા, પ્રતિપાલસિંહ- ગોહેલ-ગઠાળી, પૂર્વરાજસિંહ  '' સોનગઢ, દિગ્યવિજયસિંહ ગોહિલ- ભડલી જોડાયા છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(5:04 pm IST)