Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ખોખડદળના પુલ પાસે અને પાંજરાપોળ પાસે દરોડોઃ તીનપત્તી રમતા ૭ ઝડપાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીએ ચાર અને બી ડીવીઝન પોલીસે ત્રણને દબોચ્‍યા

રાજકોટ તા. ૮: ખોખડદળ નદીના પુલ પાસે ડીસીપી ઝોન-૧ ની એલસીબીએ દરોડો પાડી ચાર શખ્‍સોને અને ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસે બી-ડીવીઝન પોલીસે ત્રણ શખ્‍સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ખોખડદળ નદીના પુલ પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ના કોનસ. રવીરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા તથા કોન્‍સ. હિતેશભાઇ પરમારને બાતમી મળતા ખોખડદળ નદીના પુલ પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા જામજોધપુરના વાલાસણનો હાલ ખોખડદળ નદીના પુલ પાસે રહેતો ચિરાગ વાલજીભાઇ મકવાણા, સાંઇબાબા સર્કલ પાસે સત્‍યમ પાર્કના આશિષ માવજીભાઇ હોથી, ખોખડદળ પાસે રહેતો મનોજ નરેશભાઇ ચાંડપા અને કોઠારીયા રોડ પર કિરણનગર શેરી નં. ૪ના સંજય જીવરાજભાઇ બારૈયાને પકડી લઇ રૂા. ૧૮,પ૦૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. આ કામગીરી પીએસઆઇ બી. વ ી. બોરીસાગર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, રવીરાજભાઇ પટગીર, દીવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.જયારે બીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. એ. જે. બસીયા તથા કોન્‍સ. પંકજભાઇ માળી સહિતના સ્‍ટાફે બાતમીના આધભારે ભાવનગર રોડ પાંજરાપોળ મેઇન રોડ પર ખાડામાં પુલ પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા બેડીપરા ફાયર બ્રીગેડ પાસે રહેતો રવી રાજેશભાઇ વાઘેલા, પાંજરાપોળ પાસે રહેતા દશરથ ગોરધનભાઇ પંચાસરા અને ભરત પરસોતમભાઇ સોજીત્રાને પકડી લઇ રૂા. ૧૦,૩૦૦ ની રોકડ તથા મોબાઇલ અને રીક્ષા મળી રૂા. ૪પ,૩૦૦ની માલમત્તા કબ્‍જે કરી હતી.

(5:12 pm IST)