Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

મેયર બંગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વડનગરની ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળી શહેરના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી

રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા, રાજકોટના ધારાસભ્યો, મેયર સાથે સીએમે યોજી બેઠક

રાજકોટ :ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મેયર બંગલે ધારાસભ્યો, મેયર, પ્રભારી મંત્રી સહિતના સાથે વડનગરની ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિકાસ કાર્યો અંગે ચર્ચાકરી હતી આ વેળાએ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, પ્રફુલભાઇ પાનશેરીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા મેયર ડો. પ્રદિપ ડવ તથા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની તસ્વીર (તસ્વીરઃ  સંદિપ બગથરીયા)

(5:18 pm IST)