Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

નવા વાહનોની ખરીદી પર ર થી પ ટકા પેટ્રોલ સેસ લાદી શકાય

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખી ઓઇલ કંપનીની ખોટ સરભર કરવા વૈકિલ્પક આવક ઉભી કરી શકાય : જો આ ફોર્મ્યુલા સફળ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવા સાથે મોંંઘવારી પર પણ કાબુ આવી શકે : ઉદ્યોગગૃહો જ વાહન ખરીદી સમયે પેટ્રોલ સેસ ઉઘરાવી સરકારમાં જમા કરાવેલો ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહેઃ ૧૦૦% સેસની રકમ મળશે : સેસની આવકમાંથી દર ત્રણ મહિને ઓઇલ કંપનીને ખોટની રકમ ચુકવી શકાય : ફકત એકજ વાર પેટ્રોલ સેસ ચૂકવવાની હોવાથી લોકોના વિરોધને અવકાશ નહિ રહે

રાજકોટ તા. ૭ : દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. તેને લઇને મોંઘવારી પણ વધી રહી છે સામાન્ય વર્ગમાં નારાજગી વધવા સાથે વિરોધ પક્ષો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેન્દ્ર સરકાર હાલ લોકોની તેમજ વિરોધી પક્ષોની નારાજગીનો ભોગ બની રહી છે. સરકાર માટે ભાવ વધારો કરવો પણ હાલના સંજોગો માટે અનિવાર્ય બની રહ્યો છે.

કોરોના કાળની વિપરીત સ્થિતિમાં આર્થિક બોજ વહન કરવા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો કરવો પણ જરૂરી છે અને લોકરોષને ઠારવો તે પણ એટલો જ જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની કાયમી સમસ્યાથી છુટકારો મેળવવા અને કંપનીની ખોટ સરભર કરવા એક નવીજ વેકિલ્પક આવક ઉભી કરવાનું સોનેરી સુચન રાજકોટના નાગરીક કિશોર એન કારીયાએ કર્યું છે.

કિશોર એન. કારીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને એક પત્ર પાઠવી ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવાની બાહેધરી લઇ તેમની ખોટ સરભર કરવા વૈકિલ્પક આવક ઉભી કરી દર ત્રણ મહિને કંપનીને નિયમીત ચુકવવા નવુ સુચન ફોર્મ્યુલા સુચવી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા નવા વાહનોની ખરીદી પર સરેરાશ બે થી પ % સુધી પેટ્રોલ-ડીઝલ સેસ વસુલ કરી દેશભરમાંથી નવા વાહનોની ખરીદી પર ડુટેડે થતી આવકમાંથી દર ત્રણ મહિને ઓઇલ કંપનીઓને થતી ખોટની રકમ ચુકવી શકાય નવા વાહનોની ખરીદીમાં ટુ વ્હીલર તથા થ્રી વ્હીલર પર દોઢલાખ સુધીની રકમ પર બે ટકા અને તેથી વધુ કિંમત પર અઢી ટકા તેમજ પાંચ લાખ સુધી ખાનગી કાર ફોરવ્હીલર ઉપર ૩ ટકા તેમજ ૬ થી  ૧૦ લાખ સુધીની કિંમત પર ૪ ટકા કોમર્શીયલ ફોર વ્હીલર ટેમ્પો, મીનીબસ માટે (પાંચ લાખ સુધી) ચાર ટકા અને હેવી કોમર્શીયલ વાહનો જેવા કે ટ્રક-લકઝરી બસો ઉપર ૭ લાખ કે તેથી વધુ કિંમત પર પાંચ ટકા પેટ્રોલ-ડીઝલ સેસ વસુલવાનું સુચન કરેલ છે.

વાહનો પર પેટ્રોલ-ડીઝલ સેસની રકમ સીધા ઉદ્યોગગૃહોજ વસુલ કરી કેન્દ્ર સરકારમાં જમા કરાવે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય.

વાહનોમાં ચેસીસ એન્જીન નંબર હોવાને કારણ ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહે અને પેટ્રોલ-ડીઝલ સેસની ૧૦૦ ટકા રકમ સરકારમાં જમાં થશે તે રકમ દર ત્રણ મહિને ઓઇલ કંપનીઓને તેમની ખોટ સરભર કરવા આપી શકાય આ ફોર્મ્યુલાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખી શકાશે જેથી મોંઘવારી પર પણ અંકુશ રહેશે અને સરકારને દેશની જનતાની નારાજગીનો ભોગ બનવુંનહિ પડે અને વિપક્ષોને આંદોલનો વિરોધ કરવાનો મોકો પણ નહિ મળે.

આમ નવા વાહનોની ખરીદી પર સેેસ ઉઘરાવવાના નિર્ણયથી અનેક ફાયદાઓ થશે તેમ અંતમાં કિશોર એન. કારીયાએ જણાવેલ છે.

નવા વાહન ખરીદી સમયે પેટ્રોલ-ડીઝલ સેસની વાહન ચાલકોને ભરવાની અનુમાનિત રકમ

રાજકોટઃ નવા વાહનોની ખરીદી સમયે કેન્દ્ર સરકાર જો પેટ્રોલ-ડીઝલ સેસની વાહનોની કિમત મુજબ બેથી ૪ ટકા પેટ્રોલસેસ વસુલ કરે તો દરેક વાહન ચાલકને વાહન ખરીદી સમયે ફકત એકજ વાર કેટલી રકમ ચુકવવી પડે તેની અનુમાનિત રકમનો કોઠો દર્શાવ્યો છે.

ક્રમ                    વાહનનો પ્રકાર      વાહનની સરેરાશ કિંમત     વાહન પર સેસની રકમ ર ટકામાં       નવા વાહન ે ખરીદ સમયે ભરવાની થતી અંદાજીત રૂ.

                                                        

ટુ વ્હીલર

૭૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦

 બે ટકા

રૂ.૧૪૦૦ થી ર૦૦૦

થ્રી વ્હીલર (ઓટો-છકડો રીક્ષા)

૧,ર૦,૦૦૦ થી ૧,પ૦,૦૦૦

બે ટકા

રૂ.ર૪૦૦ થી રૂ. ૩૦૦૦ સુધી

ફોર વ્હીલર ખાનગીકાર

પ,૦૦,૦૦૦ સુધી

૩ ટકા

રૂ.૧પ૦૦૦

 

 

૬ થી ૧૦લાખ સુધી

૪ ટકા

રૂ. ર૪ થી ૪૦,૦૦૦ હજાર સુધી

કોમર્શીયલ લાઇટ વ્હીકલ ટેમ્પા-મીનીબસ

પ, લાખ સુધી

૪ ટકા

રૂ. ર૦૦૦૦

કોમર્શીયલ વાહનો ટ્રક-લકઝરી બસ

૧૦ લાખ કે તેથી  વધુ કિંમત

પ ટકા

રૂ.પ૦,૦૦૦ મેકસીમમ

                    

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાના હોય તો વાહન ચાલકો સેસનો વિરોધ પણ નહિ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાથી મોંઘવારી પર પણ કાબુ રહેશે

રાજકોટ તા. ૭ : પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાની બાહેધરી સામે નવા વાહન ખરીદી સમયે ફકત એકજ વખત વાહન ચાલકોને પેટ્રોલ-ડીઝલ સેસની રકમ ભરવાની હોય તો વાહન ચાલકોમાં પણ વિરોધને અવકાશ નહિ રહે કારણ કે તેને પેટ્રોલ-ડીઝલના ભાવ નહિ વધવાનું રક્ષણ (ખાત્રી) મળે છે. આપો આપ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેવાને કારણે ભૂતકાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી જે બીજી રીતે મોંઘવારી (અન્ય જગ્યાએ જેમ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બસ, રીક્ષા, ટેકસી ભાડા નહિ વધવાથી મોંઘવારી પર પણ આપોઆપ કાબુ આવી શકશે ફકત નવા વાહનોની ખરીદી  પરજ પેટ્રોલ-સેસ ભરવાની હોવાથી દેશના માત્ર બે થી પ ટકા લોકોનેજ ભાવ વધારાની અસર પડશે.

વાહન ઉત્પાદક ઉદ્યોગ ગૃહોજ સેસની રકમ વસુલી સરકારમાં જમા કરાવી આપે

ચેસીસ-એન્જીન નંબરને કારણે ૧૦૦ ટકા રકમ જમા થશે ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહે

રાજકોટ : કેન્દ્ર સરકાર જો પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા ઓઇલ કંપનીઓ પાસેથી બાહેધરી લઇ નવા વસુલાતા પેટ્રોલ-ડીઝલની સેસ વસુલવા વાહન ઉત્પાદક ઉદ્યોગ ગૃહોને છુટ આપે તો વાહનોમાં ચેસીસ-એન્જીન નંબર હોવાથી ભ્રષ્ટાચારને અવકાશ નહિ રહે જેટલા વાહનો નવા બનશે અને વહેચાશે તેની ૧૦૦ ટકા રકમ સરકારમાંં જમા થશે જે રકમ દર ત્રણ મહિને ઓઇલ કંપનીઓને તેની ખોટ સરભર કરવા આપી શકાય.દેશભરમાંથી દરરોજ હજારો વાહનો વહેચાશે અને સરકારને દરરોજ લાખો રૂપિયાની આવક થશે અને જેમ-જેમ વાહનનું વેચાણ વધે તેમ આવક પણ વધતી જશે.ભવિષ્યમાં  આંતર રાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટે તો કંપની પણ ભાવ ઘટાડે તેવા સમયે તો સેસની રકમની બચત કેન્દ્ર સરકારને થશે જે ભવિષ્યમાં કામ લાગશે.

રજુ કર્તાઃ

કિશોર એન. કારીયા

મો.૯૮રપ૮ ૩૦૪૯૯

(12:08 pm IST)