Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પ્રશ્નો વરસવા લાગ્યા, ઉકેલની વીજળી ચમકી

ભૂપત બોદરની મોબાઇલ એપ.ને અદકેરો પ્રતિસાદઃ ખેડૂત વિડીયો પોર્ટલ બનાવાશે

રાજકોટ તા. ૮: જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર દ્વારા પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરાયેલ 'પ્રજાના પ્રશ્નો' મોબાઇલ એપ.ને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આ એપનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતું. આવતા દિવસોમાં આ એપમાં ખેડૂતો માટે વિડીયો પોર્ટલ શરૂ કરવાનું આયોજન છે.

તેમજ છેવાડાનો માનવી રોજ બરોજની માહિતીથી વાકેફ રહે, અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજયમાં પ્રસિધ્ધ થતા વિવિધ ન્યુઝ પેપરોની લીંક પણ આ એપમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે ખેડૂતો તેમજ સમાજના તમામ વર્ગના લોકો માટે માહિતી સભર આ 'પ્રજાના પ્રશ્નો' મોબાઇલ એપને લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા અને શહેરમાં વધુને વધુ લોકો લાભ લઇ રહ્યા છે. એમ અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું.

(12:09 pm IST)