Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૨ રિપોર્ટ પોઝિટિવ

કુલ આંક ૪૨,૭૫૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૨૦૧ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૦ ટકા થયો

રાજકોટ તા.૮: શહેરમાં  આજે બપોર સુધીમાં ૨ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૫૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૨૦૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે ૨૯૬૨ કુલ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૪ ટકા થયો  હતો. જયારે ૬ દર્દીઓે સાજા થયા હતા. જયારે રિકવરી રેટ ૯૮.૭૦ ટકા થયો છે.

આજ દિન સુધીમાં ૧૨,૧૧,૧૫૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૫૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૩ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૦ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૮૭  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:00 pm IST)