Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોના સામે સાવધાનીનો સંદેશો પ્રસરાવતી શોર્ટ ફિલ્મ 'ધ થર્ડ વેવ'

રાજકોટ તા. ૮ : કોરોનાની બીજી લહેર પછી વર્તમાન સમયમાં રાજકોટ અને ગુજરાતમાં કોરોનાના કેસ માંડ ઘટી રહ્યા છે. મેડીકલ સ્ટાફ અને પોલીસ તંત્ર હજુ રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. ત્યાં જ ઠેક ઠેકાણે જે રીતે લોકો ભયમુકત બનીને ટોળે વળી રહ્યા છ અને જે રીતે બેજવાબદારીપૂર્ણ વર્તનથી ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યું છે. તે સૌને સાવધાન કરવા રૂક જાવનો સામાજીક સંદેશો પ્રસરાવવા નેમ આર્ટસ  અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા 'ધ થર્ડ વેવ' નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.

મનીષ પારેખ લિખીત- દિગ્દર્શિત આ ફિલ્મ youtube પર રિલીઝ કરવામાં આવી હતી. જેને અત્યાર સુધીમાં આડત્રીસસોથી વધારે લોકો જોઈ ચૂકયા છે. અમેરિકા, યુ.કે, યુએઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આ ફિલ્મ જોવાઈ રહી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ફિલ્મને ખૂબ વખાણી છે અને પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા છે.

મનીષ પારેખે જણાવ્યું હતું કે, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ મેહુલભાઈ નથવાણી અને સેક્રેટરી નિલેશભાઈ ભોજાણી સાથે ચર્ચા થઈ રહી હતી કે કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા માટે કંઈક કરવું જોઈએ. તેમાંથી શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર ઉદભવ્યો અને તેની અમલવારી સાથે ફિલ્મ લખાઈ ગઇ. કલબના જ સભ્યોને પસંદ કરીને શૂટિંગ શરૂ કરાયુ. બાળકોથી માંડીને વડીલો સુધીની ઉંમરના ૪૦થી વધુ સભ્યોએ પ્રથમ વખત શોર્ટ ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું.

ધ થર્ડ વેવ નામની આ ફિલ્મમાં મેહુલ નથવાણી, આશિષ જોશી, જયદેવ શાહ, સુનીલ અંબાસણા, સરજુ પટેલ, જયદીપ વાઢેર, નિલેશ ભોજાણી, મિહિર મોદી, દેવાંગી મોદી, વિધી નથવાણી, ફાલ્ગુની વેગડા, સોનલ પટેલ, દિપક કોઠારી, હર્ષવી નાગ્રેચા, પૂર્વી લાખાણી, અપૂર્વ મોદી, દીયા કોટેચા, સાહિલ લાખાણી, પ્રફુલ ગોહેલ, ચિત્રા ગોહેલ, કાશ્વી કારીયા, હિતાંશી મંગતાની, સિમોલી વાઢેર, મિશ્રી નથવાણી, ક્રિશા કારીયા, વ્યોમ નથવાણી, મેરિલ વેગડા, જીયા નથવાણી, આશિની મોદી, અર્હમ મોદી, આહના મોદીએ અભિનય કર્યો છે.ક્રિએટિવ હેડ અને એડિટર કિશન બગથરીયા, સિનેમેટોગ્રાફી હાર્દિક નડિયાપરા, પ્રોજેકટ સંકલન શીતલ પટેલ,પૂર્વી લાખાણીએ સંભાળ્યું હતું. જયારે સહાયક દિગ્દર્શક શિવમ ત્રિવેદી અને દેવાશિષ જોશી તથા સંગીત નીરજ શાહનું છે. ફિલ્મના પ્રમોશનલ પાર્ટનર તરીકે રંગ છે રાજકોટ, સપોર્ટ ગુજરાતી મુવીસ ફોરેવર અને પ્રજા ઇવેન્ટસ જોડાયા છે.

(3:10 pm IST)