Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશચંદ્ર ફેફર જાથાની ટીમ આવતા રૂમમાં પુરાય ગયા

લોકોમાં દહેશત, ભય, ડર ફેલાવવાનું કામ કરતા રમેશચંદ્ર ફેફરની માનસીક સારવાર કરાવવા જન વિજ્ઞાન જાથા દ્વારા સરકારને રજુઆત

રાજકોટ : ટી.વી. ના માધ્યમથી પોતે કલ્કી ભગવાનનો અવતાર છે અને આજદિન સુધી દુષ્કાળ પડવા દીધો નથી. પોતાની તપસ્યાના ફળ સ્વરૂપે થાય છે. પોતે દશમાં અવતાર છે. સમગ્ર વિશ્વમાં ભયંકર દુષ્કાળ પાડવાનો છુ. કોરોના માત્ર સીતારામ જાપથી મટી જશે. સમગ્ર   વિશ્વ નાશ પામશે. ૩૩ કરોડ દેવી દેવતા હયાત રહેશે. માનવ જાતનું નિકંદન નિકળી જશે. નાશ થઇ જશે. હું પોતે જ અવતારી કર્તા છુ.... વગેરે જેવી વાતો ફેલાવી લોકોમાં ભય, દહેશત, ડર, ભ્રમણા ફેલાવવાનું કાર્ય કરતા રાજકોટના નિવૃત્ત અધિક્ષક ઇજનેર રમેશચંદ્ર ફેફરના ઘરે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ સત્ય હકીકત જાણવા પહોંચી ગઇ હતી. પોલીસ અને મીડિયાને સાથે રાખી આ ટીમ તેમના નિવાસ સ્થાન 'અર્ક' બંસરી સોસાયટી, બ્લોક નં. ૧૬, શારદાનગર મેઇન રોડ ખાતે પહોંચી હતી. માહોલ જોઇને રમેશચંદ્ર ફેફર ઘરમાં પુરાઇ ગયા હતા. કોઇની સમજમાં ન આવે તેવા ઉચ્ચારણો શરૂ કરી દીધા હતા. જાથાના જયંત પંડયાએ આ વ્યકિતને મનોરોગી ગણાવી કલેકટર, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી તેની માનસીક રોગની સારવાર કરાવવા માંગણી કરી હતી. વિજ્ઞાન જાથાએ એક યાદીમાં એવુ પણ જણાવ્યુ છે કે રમેશચંદ્ર ફેફર એકલા પરિવારથી અલગ રહે છે. તેમની પત્નિએ પણ તેમના પર કેસ કરેલ છે. અગાઉ એક કેસમાં તેમની મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ પણ થઇ ચુકી છે. ટુંકમાં આ વ્યકિત તર્ક હિન વાતો ફેલાવી લોકોમાં ભય, ડર અફવા ફેલાવવા કાર્ય કરતી હોય કાયદાકીય કાર્યવાહીની અંતમાં વિજ્ઞાન જાથા દ્વારા માંગણી ઉચ્ચારવામાં આવી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી, ગૃહ સચિવશ્રી, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, પોલીસ મહાનિર્દેશકશ્રી, પોલીસ કમિશ્નરશ્રી, કલેકટરશ્રીને પણ વિજ્ઞાન જાથા દ્વારા માહીતગાર કરવામાં આવેલ છે. (તસ્વીરો : સંદીપ બગથરીયા)

(3:13 pm IST)