Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિપ્‍તીબેન સોલંકીની નિમણુંકઃ પદભાર સંભાળ્‍યો

રાજકોટ : નવનિયુક્‍ત રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીનો શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, ફ્રન્‍ટલ સેલના ચેરમેનો નરેશભાઈ સાગઠીયા, ઘનશ્‍યામભાઈ મકવાણા, વોર્ડ પ્રમુખો ગીરીશભાઈ ધરસંડિયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, નારણભાઈ હીરપરા, પ્રહલાદસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટરો રસીલાબેન ગરેયા, નીલેશભાઈ મારૂ તેમજ ઠાકરસીભાઈ ગજેરા, શૈલેશભાઈ રૂપાપરા, મથુરભાઈ માલવી, પરસોતમભાઈ સગપરીયા, અજીતભાઈ વાંક, રવિભાઈ ડાંગર, દીપભાઈ ભંડેરી, સલીમભાઈ કારીયાણીયા, ચેતનભાઈ માણસુરિયા, અરવિંદ મુછડિયા, મનોજ ગઢવી, સંકેત રાઠોડ, હીરાભાઈ ચાવડા અને ચંદ્રિકાબેન વરાણીયા, સરોજબેન રાઠોડ, જયાબેન ચૌહાણ, શાંતાબેન મકવાણા, જયોત્‍સનાબેન ભટ્ટી, મીનાબેન જાદવ, હંશાબેન સાપરિયા સહિતના કાર્યકરો ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:46 pm IST)