Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

રાજકોટમાં હથિયારબંધી : રાજકોટ શહેર, રાજકોટની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જીલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે.

રાજકોટ;રાજકોટ શહેરમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા નિવાસી અધિક કલેક્ટર કે.બી.ઠક્કર દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જીલ્લાના વિસ્તારો માટે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવી છે.

  હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, કોઈ પણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે નાખવા પર અથવા સાધનો લઈ જવા પર, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઈ જવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવા પર, છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજો કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી સુરૂચિ  અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય, જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તેવા ચાળા કરવાની, તેવા ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની કે તેનો ફેલાવો કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે. જે પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર, રાજકોટની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જીલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને, વૃધ્ધોને, ફરજ બજાવતા સરકારી કર્મચારીઓને લાગુ પડશે નહિ. જેનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક પગલા લેવાશે.

(12:57 am IST)