Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

આઈ.ટી.આઈ.કોટડા સાંગાણીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

પ્રવેશ મેળવવા સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધીમાં રૂબરૂ સંપર્ક કરવો અથવા ઓનલાઈન ફોર્મ http://itiadmission.gujarat.gov. પરથી મેળવી શકાશે.

રાજકોટ ; રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે આઈ.ટી.આઈ પ્રવેશસત્ર-૨૦૨૨ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે સંસ્થા ખાતે ધો.૧૦ પાસ માટે ઈલેક્ટ્રીશિયન તથા ધો.૮ પાસ માટે સુઈંગ ટેકનોલોજી(સીવણ) ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરુ થયેલ છે. આ પ્રવેશ પ્રક્રિયા તા.૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ કોર્ષમાં એડમિશન લેવા ઈચ્છુક ભાઈઓ-બહેનોએ આઈ.ટી.આઈ.(કોટડા સાંગાણી), ભાડલા રોડ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, કોટડા સાંગાણી ખાતે સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધીમાં રૂબરૂ સંપર્ક કરવો અથવા ઓનલાઈન ફોર્મ http://itiadmission.gujarat.gov. પરથી મેળવી શકાશે. આ અંગેની વધુ વિગતો માટે ફોન નં:- ૦૨૮૨૭-૨૭૬૦૫૦ પર સંપર્ક કરવા સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવ્યું છે.

(12:59 am IST)