Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ચંદ્રકાંતભાઇ શેઠનો આજે ૭૩મો જન્મદિવસ

જૈન અગ્રણી વૈયાવચ્‍ચ રત્‍ન

રાજકોટ તા. ૮ : જૈન સમાજમાં સી.એમ.શેઠના હૂલામણા નામે ઓળખાતા શેઠ બિલ્‍ડર્સવાળા ચંદ્રકાંતભાઈ શેઠ (મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯)નો આજે ૭૩ મો જન્‍મ દિવસ છે. શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘમાં ૧૯૯ર, ૧૯૯૭ તથા ર૦૧૮માં થયેલ ઐતિહાસિક ચાતુર્માસમાં ચંદ્રકાંતભાઈ શેઠે અથાગ મહેનત અને જહેમત ઉઠાવેલ. ચંદ્રકાંતભાઈ વિશે એવું કહેવાય છે કે તેઓ ઘરે તથા ઓફીસે બહુ ઓછા જોવા મળે અને સેવાર્થે હોસ્‍પિટલમાં વધારે જોવા મળે છે તેનું કારણ એ છે કે મોટા ભાગનો સમય તેઓ જૈનોના ચારેય ફિરકાઓના ઉપકારી પૂ.સાધુ-સાઘ્‍વીજીઓની સેવા - વૈયાવચ્‍ચ માટે ફાળવે છે. ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ સ્‍વ. પૂ.ગુરૂદેવ શ્રી ગિરીશચંદ્રજી મ.સાહેબે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગાદીના ગામ ગોંડલ ખાતે ચંદ્રકાંતભાઈ શેઠને ‘વૈયાવચ્‍ચ રત્‍ન'નું બિરુદ આપી જાજરમાન અભિવાદન કરવામાં આવેલ.

બે વર્ષ પહેલા મુંબઈ ખાતે JIO અને JITO ના પ્રેરક પૂ. નયનપદ્મ મ.સા.ની પ્રેરક ઉપસ્‍થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠનું દાનવીર ભામાશાનું બિરુદ આપી શાહી સન્‍માન કરવામાં આવેલ તથા JIO સૌરાષ્‍ટ્રના ચેરમેન ઉપરાંત તાજેતરમાં JCJTF માં ગવર્નર તરીકે ની પદવી આપવામાં આવેલ હતી. તેમજ ર૦૧૯માં અન્‍ય સમાજ દ્વારા પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠને ‘રાજકોટ ગૌરવ'થી નવાજવામાં આવેલ છે.

માત્ર જૈન સમાજમાં જ નહીં પરંતુ અઢારે આલમમાં ચંદ્રકાંતભાઈ શેઠનું અનેરૂ યોગદાન છે. જૈન ઈન્‍ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન સરગમ કલબ, વિશ્‍વ વણિક સંગઠન, મહાવીર સેવા ટ્રસ્‍ટ, ગોંડલ સંપ્રદાય મહાસંઘ, રોયલપાર્ક જૈન મોટા સંઘ, ભાગ્‍યવંતાજી ટ્રસ્‍ટ, પરમાત્‍માની પગદંડી મુખપત્ર સહિત અનેક ધાર્મિક અને સામાજીક સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. અબોલ જીવો માટે જીવદયાના કાર્યો હોય, ઉનાળામાં છાશ કેન્‍દ્ર ખોલવાના હોય કે માઈનોરીટી માર્ગદર્શન કેમ્‍પ હોય, ઐતિહાસિક આગમ પ્રકાશન હોય કે તેજસ્‍વી તારલા સન્‍માનનો કાર્યક્રમ હોય, સંયમી આત્‍માઓનો સન્‍માન સમારોહ હોય કે સંયમ મહોત્‍સવ, સંઘ જમણ હોય કે સાધર્મિક સહાય વીતરણ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચંદ્રકાંતભાઈ શેઠનું યોગદાન અચૂક હોય જ.

વર્ષીતપ પારણા મહોત્‍સવ હોય, દીક્ષા મહોત્‍સવ હોય કે જૈન સમાજનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ હોય તો ચંદ્રકાંતભાઈ શેઠ પોતાનો પાર્ટી પ્‍લોટ દિવસો સુધી લાખો રૂપિયાનું ભાડુ જતું કરી નિઃશુલ્‍ક ઉપયોગ કરવા માટે આપી સમાજપયોગના કાર્યમાં નિમિત બને છે. સી.એમ.શેઠ પૌષધશાળા, શેઠ પોષધશાળા, શેઠ આરાધના ભવન તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘ આવા શાતાકારી ધાર્મિક સંકુલોનાં નિર્માણમાં નિમિત બની શ્રેષ્ઠ શય્‍યાંતરનું અનુકરણીય અને અનુમોદનીય કાર્ય કર્યું છે. વૈયાવચ્‍ચ ક્ષેત્રે તેઓએ એક સમગ્ર ભારતભરમાં એક આગવી અને અનોખી ઓળખ ઉભી કરી છે. ચારેય ફિરકાઓના પૂ.સાધુ-સંતો સાથે તેઓને આત્‍મીય નાતો છે. પૂ. સાધુ-સાઘ્‍વીજીઓએ સરપ્રાઈઝ સાથે જો કોઈ શ્રાવકનો બે જન્‍મદિવસ આશિર્વાદ આપવા ઉજવેલ હોય તો તે માત્ર સી.એમ.શેઠ છે.

(10:35 am IST)