Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

તા. ર૬ મી થી નોરતાઃ ર૪ ઓકટોબરે દિવાળી, બીજા દિવસે ધોકો : તા. ર૬ મીએ નૂતન વર્ષ

દિવાળીના બીજા દિવસે (રપ ઓકટોબર) સૂર્યગ્રહણ : શાષાી લલિતભાઇ ભટ્ટ : લાભ પાંચમનો ક્ષય હોવાથી ર૯ ઓકટોબરે લાભ પાંચમ ગણી વેપાર-ધંધા શરૂ કરી શકાય

રાજકોટ, તા. ૯ : શ્રાવણ મહિનાથી શરૂ થયેલ વ્રતો તહેવારોની શ્રુંખલા આગળ વધી રહી છે. આવતીકાલે ગણેશ વિસર્જન બાદ શ્રાધ્‍ધના તહેવારો આવી રહ્યા છે. તા. ર૬ મી થી નોરતાનો આરંભ થશે. ર૪ ઓકટોબરે દિવાળી છે. બીજા દિવસે તા. રપ મી એ બપોરે ૪.૩૯ થી ૬.૧૪ વાગ્‍યા સુધી સૂર્યગ્રહણ છે તેથી તે દિવસે વિશેષ દિવસ (ધોકો) ગણાશે. જયોતિવિદ મંડળના મહામંત્રી શાષાી લલિતકુમાર લાભશંકરભાઇ ભટ્ટ (મો. ૮૧૪૧પ ર૮૦પ૦) ના જણાવ્‍યા મુજબ નૂતન વર્ષ તા. ર૬ મીએ ઉજવાશે. નવા વર્ષમાં ચોથ પછી સીધી છઠ્ઠ છે.

લાભ પાંચમનો ક્ષય છે. દિવાળી પછીના પાંચમાં દિવસ ર૯ ઓકટોબરે લાભ પાંચમ ગણી વેપાર -ધંધાનો સુભાંરમ કરી શકાશે.

આવનારા દિવસોના મહત્‍વના વ્રતો તહેવારો નીચે મુજબ છે.

ર૬ સપ્‍ટેમ્‍બર- નોરતા આરંભ

૩ ઓકટોબર- મહાઅષ્‍ટમી

૪ ઓકટોબર- નૈવધ નવમી

પ ઓકટોબર- વિજયા દશમી

૯ ઓકટોબર- વ્રતની પૂનમ

ર૧ ઓકટોબર-સાંજે પ.૩૦ સુધી એકાદશી અને ત્‍યારબાદ વાઘ બારસ

રર ઓકટોબર -ધનતેરસ

ર૩ ઓકટોબર - કાળીચૌદસ

ર૪ ઓકટોબર- સાંજે પ.ર૮ સુધી ચર્તુદશી ત્‍યાર પછી દિવાળી લક્ષ્મીપૂજન

રપ ઓકટોબર- વિશેષ દિવસ સાંજે ૪.૩૯ થી સૂર્યગ્રહણ

ર૬ ઓકટોબર-નૂતનવર્ષ

ર૯  ઓકટોબર-લાભપાંચમ

૩૧  ઓકટોબર- જલારામ જયંતિ

પ નવેમ્‍બર-તુલસી વિવાહ

(11:32 am IST)