Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

આટકોટમાં દારૂ પીવાનો હથિયાર સાથે

વિડીયો વાયરલ કરનાર સદામ પકડાયો

રાજકોટ તા. ૯: આટકોટમાં દારૂ પીવાનો તથા હથિયાર સાથેનો વિડીયો વાયરલ કરનાર શખ્‍સને આટકોટ પોલીસે પકડી સીન વિખી નાખ્‍યા હતા.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્‍ય તરફથી ટીવી તેમજ સોશીયલ મીડીયામાં એક દારૂ પીવાનો તથા હથીયાર સાથેનો વીડીયો વાયરલ થયેલ હોય, જે ઇસમને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને આટકોટ પો. સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પો. સબ ઇન્‍સ. વી. પી. કનારા માર્ગદર્શન તેમજ સુચના મુજબ આટકોટ પો. સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફના માણસો દ્વારા તપાસ કરતા સદરહું ઇસમ સદામ હુશેન જાનમહમદ જુણેજા રહે.-આટકોટ, કુંભારવાડા તા. જસદણ જી. રાજકોટવાળો હોવાનું જાણવા મળતા તે ઇસમને ગણતરીની કલાકોમાં પકડી પાડી, તપાસ દરમ્‍યાન મજકુર ઇસમ પાસેથી એક સિલ્‍વર કલરનું પ્‍લાસ્‍ટિકના કાળા હાથાના મેગ્‍જીન વાળું ફાઇબરનું લાઇટર મળી આવતા મજકુર ઇસમ વિરુધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં આટકોટના ઇન્‍ચાર્જ પો. સબ ઇન્‍સ. વી. પી. કનારા તથા પો. હેડ કોન્‍સ. વિનુભાઇ વાસાણી પો. હેડ કોન્‍સ. નિલેષભાઇ ચાવડા, પો. હેડ કોન્‍સ. દશરથભાઇ કાકડીયા, પો. કોન્‍સ. જયરાજભાઇ સોનારા, પો. કોન્‍સ. દિનેશભાઇ બાવળીયા, પો. કોન્‍સ. સંજયભાઇ પરમાર તથા પો. કોન્‍સ. અરવિંદભાઇ દુમાદીયા જોડાયા હતા.

(12:06 pm IST)