Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

માં ની ચુંદડી લહેરાય... દાંડીયા ધમાલ-૨૦૨૨ આલ્બમને માત્ર ત્રણ જ દિવસમાં ૨૨ લાખથી વધુ વ્યુઅર્સ મળ્યા

ટી-સીરીઝ સુપર કેસેટ દ્વારા નવરાત્રી પર્વ નિમીતે નવલું નઝરાણું : સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા આ આલ્બમનું સંગીત નિયોજનઃ ગરબા સાથે સંસ્કૃતના સ્ત્રોતનો પણ ઉપયોગ

રાજકોટઃ ટી- સીરીઝ સુપર કેસેટ દ્વારા આ નવરાત્રી પર ખેલૈયાઓ માટે 'માં ની ચુંદડી લહેરાય' દાંડિયા ધમાલ ૨૦૨૨ નોનસ્ટોપ લોન્ચ થઈ છે. જે માત્ર ૩ દિવસમાં ૨૨,૩૫,૩૦૫ વ્યુઅર્સ મળ્યા છે.

રાજકોટના વિશ્વવિખ્યાત સંગીતકાર શ્રી પંકજ ભટ્ટ (મો.૯૮૨૫૨ ૧૯૩૮૩) દ્વારા આ આલ્બમનું સંગીત નિયોજન થયું છે. ટી-સિરીઝમાં ૨૦ વર્ષ પહેલા '૪૧- નોન સ્ટોપ' 'કેસરિયા ઢોલા' જેવા અનેક પ્રખ્યાત દાંડિયાના આલ્બમોમાં અનુરાધા પૌડવાલ, સોનું નિગમ, નીતિન મુકેશ, કવિતા પૌડવાલ, કરશન સાગઠીયા જેવા દિગ્ગજ કલાકારોની કંઠની સુરાવલી અને શ્રી પંકજ ભટ્ટની નવી રચનાઓ અને સંગીત નિર્દેશનની અભૂતપૂર્વ સુરાવલીઓ હજી પણ ધૂમ મચાવે છે.

'માં ની ચુંદડી લહેરાય'ના ગાયકો પામેલા જૈન, હેમંત ચૌહાણ, લલીતા ઘોડાદ્રા, નારણ ઠાકર, બીરજુ બારોટ, પૂનમ ગોંડલિયા, ઉર્વશી પંડયા, ચૈતાલી છાયા જેવા દિગ્ગજો દ્વારા અને સંગીતકાર શ્રી પંકજ ભટ્ટ દ્વારા સુંદર સ્વરબધ્ધ કરેલા મધુર નવા ગરબા અને સાથે સંસ્કૃતના સ્ત્રોતોનો પણ અદ્દભૂત કર્ણપ્રિય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંગીત સહાયકઃ- શ્રીમતી માલા ભટ્ટ અને શબ્દોની રચના- શ્રી કિશોર ભટ્ટ, બીરજુ બારોટ, નારણ ઠાકર, રણધીર પરમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવી છે.

ઓડિયો રેકોર્ડીંગ શ્રી નીલકંઠ ઓડિયો આર્ટ- રાજકોટ અને મીક્ષિંગ માસ્ટરીંગ પણ કિશોર ભટ્ટ દ્વારા સંગીત સંકલન અને રીધમ જય ત્રિવેદી, કોરિયોગ્રાફી અને ડાન્સ ડીરેકશન સુ.શ્રી ડો.શીતલ બારોટ અને ન્યુ તાલ દાંડિયા અકદામી, વિડીયો ડીરેકટર- શ્રી દેવર્ષિ પાઠક- શ્રી હાટકેશ સ્ટુડિયો દ્વારા તથા વિડીયો એડીટીંગ મીક્ષિંગ માસ્ટરીંગ સ્પેશીયલ ઈફેકટ કેવી ફિલ્મ્સએન્ડ ઈવેન્ટસ શ્રી વલ્લભભાઈ બાપુ અને એમની પૂરી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સંગીતકાર શ્રી પંકજ ભટ્ટ દ્વારા ૮૦૦૦ આલ્બમો અને ૭૬,૦૦૦થી પણ વધારે એક જ ભાષા ગુજરાતીમાં સંગીત અને સ્વરબધ્ધતા માટે ૬ મહિના પહેલા જ વર્લ્ડ રેકોર્ડ થયેલ છે.

કોરોનાના કપરા સમય પછી આ અદ્દભૂત દાંડિયા ધમાલ ગરબા આલ્બમ ટી-સિરીઝ દ્વારા સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે અને ખેલૈયાઓમાં નવો જ ઉત્સાહ જોવા મળી રહયો છે અને રાજકોટ શહેર એક ગરબા નગરી તરીકે ઉભરી રહ્યું છે.

(3:25 pm IST)