Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

હુડકો પોલીસ ચોકી પાછળ ધવલ સોલંકી, તેના ભાઇ અને પિતા સાથે સાસરિયા પક્ષની મારામારી

મવડીના યુવાન ધવલની પત્નિ માવતરે રોકાઇ હોઇ અને બિમાર હોઇ ખબર કાઢવા જતાં ડખ્ખો

રાજકોટ તા. ૮: મવડીમાં ક્રિસ્ટલ હેવનમાં રહેતાં ધવલ ભરતભાઇ સોલંકી (લુહાર) (ઉ.૨૪) તથા તેના ભાઇ કરણ (ઉ.૨૨) અને પિતા ભરતભાઇ સોલંકી પર રાતે કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ ક્રિષ્ના ચોકમાં ધવલના મામાજી જીતુભાઇ, મામાજીના દિકરા કિશન અને કિશનના મિત્ર યશુએ હુમલો કરી માર મારતાં સિવિલમાં સારવાર માટે પહોંચતા કરણને દાખલ કરાયો હતો.

બનાવ અંગે ભકિતનગર પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી. ભરતભાઇએ કહ્યું હતું કે મોટા દિકરા ધવલના ચાર મહિના પહેલા જ ખુશાલી સાથે લગ્ન થયા છે. તેણી ત્રણ-ચાર દિવસથી માવતરે હોઇ અને અમે ફોન કરતાં તેણી બિમાર હોવાનું કહેવાતાં અમે ઘરના સભ્યો ત્યાં ખબર પુછવા માટે જતાં બોલાચાલી થતાં ધવલના મામાજી સહિતે ઝઘડો કરી મારામારી કરી હતી.

(3:28 pm IST)