Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભગવતીપરામાંથી ચોરાઉ બાઇક સાથે વિજય ગરચર પકડાયો

ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ની ટીમે દબોચ્યો

રાજકોટ, તા. ૮ : ભગવતીપરમાંથી ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ના કોન્સ. સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા ભગવતીપરા બોરીચા સોસાયટીમાંથી વિજય બાબુભાઇ ગરચર (ઉ.વ.૩૩) (રહે. બોરીચા સોસાયટી શેરી નં. ૧) ને જી.જે. ૩ એમ. એમ. -ર૦૦૯ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે. આ કામગીરી પી.એસ.આઇ.અ ાર. એચ. કોડીયાતર, બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી.બી. ત્રજીયા, એલ.સી.બી.ના વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ, કોન્સ. જીતુભા, રવિરાજભાઇ, દિવ્યરાજસિંહ, સત્યજીતસિંહ અને મયુરસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:29 pm IST)