Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

રાજકોટ જિલ્લામાં ૧૦ લાખથી વધુ આયુષ્‍યમાન કાર્ડ ઇસ્‍યુ

૮૫ હજારથી વધુ દર્દીઓએ અંદાજિત રૂા. ૨૧૩ કરોડના ખર્ચે મેળવી વિવિધ રોગોની નિઃશુલ્‍ક સારવાર

રાજકોટ તા. ૮ : રાજકોટ જીલ્લામાં ‘આયુષ્‍માન ભારત- પ્રધાન મંત્રી જન આરોગ્‍ય યોજના' અંતર્ગત ૧૦ લાખથી વધુ કાર્ડ ઈશ્‍યુ કરવામાં આવ્‍યા છે અને ૮૫ હજારથી વધુ દર્દીઓએ અંદાજિત રૂ. ર૧૩ કરોડના ખર્ચે  મેળવી વિવિધ રોગોની નિઃશુલ્‍ક સારવાર મેળવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશના નાગરિકોના આરોગ્‍યને જાળવી રાખવા અને ગરીબી રેખા હેઠળના કુટુંબોને પણ દરેક પ્રકારની સમયસર અને અસરકારક સારવાર નિઃશુલ્‍ક મળી રહે તે માટે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં ‘આયુષ્‍માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના'ની શ્રેષ્ઠ કામગીરી રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

‘આયુષ્‍માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના'અંતર્ગત કુટુંબના તમામ સભ્‍યોને, કુટુંબ દીઠ વાર્ષિક પાંચ લાખની મર્યાદામાં તમામ સરકારી દવાખાનાઓ તથા સરકારમાન્‍ય ખાનગી દવાખાનાઓમાં સરકાર દ્વારા નિયત કરાયેલા ગંભીર રોગોની સારવાર નિઃશુલ્‍ક કરવામાં આવે છે. રાજકોટ જીલ્લામાં અત્‍યાર સુધીમાં ૧૦,૦૨,૩૦૪ લોકો અને ૩,૭૪,૦૧૨ જેટલા કુટુંબોને કાર્ડ ઈશ્‍યુ કરી કરી આપવામાં આવ્‍યા છે.

આ કામગીરી માટે જૂન-૨૦૨૨ થી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન ૧,૮૫,૯૫૦ જેટલા કાર્ડ જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગ દ્વારા ઈશ્‍યુ કરી આપવામાં આવ્‍યા છે. આ યોજના હેઠળ રાજકોટ જીલ્લામાં અત્‍યાર સુધી અંદાજિત રૂ. ર૧૩ કરોડથી પણ વધારે રકમની વિવિધ સારવાર આશરે ૮૫ હજારથી વધુ દર્દીઓએ મેળવી છે. આ કામગીરી માટે ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિવિધ સ્‍થળોએ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ટીમ દ્વારા કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યા હતા.

આ યોજના હેઠળ લાયકાત ધરાવતા લોકોને આ યોજનાનો વધુને વધુ લાભ લેવા માટે નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર અથવા સ્‍થાનિક આશા બહેન તથા આરોગ્‍ય કર્મચારીનો સંપર્ક કરવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.રાજકોટ જીલ્લામાં ‘આયુષ્‍માન ભારત- પ્રધાન મંત્રી જન આરોગ્‍ય યોજના' અંતર્ગત ૧૦ લાખથી વધુ કાર્ડ ઈશ્‍યુ કરવામાં આવ્‍યા છે અને ૮૫ હજારથી વધુ દર્દીઓએ અંદાજિત રૂ. ર૧૩ કરોડના ખર્ચે  મેળવી વિવિધ રોગોની નિઃશુલ્‍ક સારવાર મેળવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશના નાગરિકોના આરોગ્‍યને જાળવી રાખવા અને ગરીબી રેખા હેઠળના કુટુંબોને પણ દરેક પ્રકારની સમયસર અને અસરકારક સારવાર નિઃશુલ્‍ક મળી રહે તે માટે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં ‘આયુષ્‍માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના'ની શ્રેષ્ઠ કામગીરી રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

‘આયુષ્‍માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના' અંતર્ગત કુટુંબના તમામ સભ્‍યોને, કુટુંબ દીઠ વાર્ષિક પાંચ લાખની મર્યાદામાં તમામ સરકારી દવાખાનાઓ તથા સરકારમાન્‍ય ખાનગી દવાખાનાઓમાં સરકાર દ્વારા નિયત કરાયેલા ગંભીર રોગોની સારવાર નિઃશુલ્‍ક કરવામાં આવે છે. રાજકોટ જીલ્લામાં અત્‍યાર સુધીમાં ૧૦,૦૨,૩૦૪ લોકો અને ૩,૭૪,૦૧૨ જેટલા કુટુંબોને કાર્ડ ઈશ્‍યુ કરી કરી આપવામાં આવ્‍યા છે.

આ કામગીરી માટે જૂન-૨૦૨૨ થી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન ૧,૮૫,૯૫૦ જેટલા કાર્ડ જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગ દ્વારા ઈશ્‍યુ કરી આપવામાં આવ્‍યા છે. આ યોજના હેઠળ રાજકોટ જીલ્લામાં અત્‍યાર સુધી અંદાજિત રૂ. ર૧૩ કરોડથી પણ વધારે રકમની વિવિધ સારવાર આશરે ૮૫ હજારથી વધુ દર્દીઓએ મેળવી છે. આ કામગીરી માટે ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિવિધ સ્‍થળોએ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ટીમ દ્વારા કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યા હતા.

આ યોજના હેઠળ લાયકાત ધરાવતા લોકોને આ યોજનાનો વધુને વધુ લાભ લેવા માટે નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર અથવા સ્‍થાનિક આશા બહેન તથા આરોગ્‍ય કર્મચારીનો સંપર્ક કરવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)