Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

'રાજકોટ કા મહારાજા' ગણેશોત્સવ સ્થળે આજે સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિ આયોજીત આઠમા દિવસની મહાઆરતીમાં ભકતજનો ઉમટી પડ્યા હતા. 'રાજકોટ કા મહારાજા'ની ઇકો ફ્રેન્ડલી તેજોમય મુર્તિના ચરણસ્પર્શ કરી ધન્ય થયા હતા. ગઇ કાલે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. જેમાં ભાગવતાચાર્યશ્રી ગોપાલભાઇ જાનીએ સ્વમુખે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા વિધિ અર્ચના સાથે રસપાન કરાવેલ હતું. સત્યનારાયણ ભગવાનની કથામાં તેજસભાઇ ત્રિવેદી, નેહલબેન ત્રિવેદી, વિશાલભાઇ આહ્યા, નિશાબેન આહ્યા, ભરતભાઇ દવે, કીર્તિબેન દવે, પરાગભાઇ મહેતા, ઇલાબેન મહેતા, જયભાઇ પુરોહીત, પ્રિયંકાબેન પુરોહીત, અર્જુનભાઇ શુકલ, સીમાબેન શુકલ, જીજ્ઞેશભાઇ પંડ્યા, હેતલબેન પંડ્યા યજમાન પદે રહ્યા હતા. આજરોજ રાજકોટ કા મહારાજાના ગણેશોત્સવમાં સર્વરોગ નિદાન કેમ્પ ઉપરાંત આયુર્વેદ તથા હોમીયોપેથીના નિષ્ણાંત તબીબો નિદાન તથા ઇલાજ કરશે. વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:44 pm IST)