Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ધરમનગરનાં કવાર્ટરમાં રમેશ પોરીયાને ૪ મિત્રોએ પ્‍લાસ્‍ટીકના પાઇપથી મારમાર્યો

છોકરા બાબતે પત્‍ની સાથે બોલાચાલી થતા તેનું ઉપરાણું લઇ હુમલો કર્યો : રાહુલસિંહ, અક્ષય, અમીત અને કાળુ સામે ફરિયાદ

રાજકોટ,તા. ૮ : ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં બાળકો બાબતે પત્‍ની સાથે બોલાચાલી થતા તેનું ઉપરાણું લઇ યુવાનને તેના ચાર મિત્રોએ માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બી.૩૨/૯૫૨માં રહેતા રમેશ કુવરજીભાઇ પોરીયા (ઉવ.૩૨) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં મિત્ર રાહુલસિંહ, અક્ષય, અમીત અને કાળુ સામે ફરિયાદ નોંધાવી છે. રમેશે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. પોતાને સંતાનમાં બે પુત્ર છે. ગઇ કાલે બાળકો બાબતે કવાર્ટરમાં બ્‍લોક નં. ૪ અને ૧૦ વચ્‍ચે આવેલ ચોકમાં પોતે અને પત્‍ની શીતલ બંને વચ્‍ચે બોલાચાલી થતા તે દરમ્‍યાન મિત્રો રાહુલસિંહ, અક્ષય, અમીત અને કાળુ આવીને પોતાને કહેલ કે ‘તું કેમ તારી પત્‍ની સાથે બોલાચાલી કરે છે' તેમ કહેતા પોતે કહેલ કે ‘આ મારા ઘરનો મામલો છે તમે લોકો આમા ન પડો તેવી વાત કરતા આ રાહુલસિંહ અને અક્ષય બંને ઉશ્‍કેરાય ગયેલ અને પોતાને ઢીકાપાટુ અને પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે મારમાર્યો હતો દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ પોતાને જમણા હાથમાં ફ્રેકચર જેવી ઇજા થતા પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસે ચારેય શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી હેડ કોન્‍સ. બી.આઇ. ગોહિલે તપાલ હાથ ધરી છે.

(3:52 pm IST)