Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોદી સ્‍કૂલના સ્‍કાઉટ અને ગાઇડ વિજેતાઓનું રાજ્‍યપાલ પુરસ્‍કાર એવોર્ડ

રાજકોટ : મોદી સ્‍કૂલના સ્‍કાઉટ ગાઇડના વિદ્યાર્થીઓ મોટા મોટા લક્ષ્યો પ્રાપ્‍ત કરી પોતાનામાં રહેલા કૌશલ્‍યો નિખારે છે અને મોદી સ્‍કૂલનો ડંકો વગાડે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદિપભાઇ ડવના હસ્‍તે એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવેલ. આ તકે ઉપસ્‍થિત વિશેષ પ્રેરણાદાયી નેશનલ કમિશનર મનિષકુમાર મહેતા, જિલ્લા પ્રમુખ જનાર્દનભાઇ પંડયા, જિલ્લા મુખ્‍ય કમિશનર ભીખાલાલ સીદપરા, જિલ્લા મંત્રી ભરતસિંહ પરમાર, ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ, મોદી સ્‍કૂલ ટ્રસ્‍ટી રશ્‍મીકાંત મોદી, ભરતભાઇ ગાજીપરા, વાડોદરીયા, નીલાબેન ત્રિવેદી સહિતના મહાનુભાવોએ આ પ્રસંગે હાજરી આપી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. આર.પી.મોદીએ જણાવેલ કે શાળાના ૧૫૨ જેટલા વિદ્યાર્થીઓની સંખ્‍યા મોદી સ્‍કૂલની છે. તે ગૌરવની વાત છે. પ્રવૃત્તિઓનો હેતુ બાળકોને શરીરથી દૃઢ મનથી જાગૃત અને પ્રામાણિક બનાવવાનો હોય છે. વિદ્યાર્થીઓમાં પણ અનેરો આનંદ - જોશ જોવા મળ્‍યો હતો. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરે તેવી આશા વ્‍યકત કરી હતી. રાજ્‍ય પુરસ્‍કાર મેળવનાર ૧૫૨ સ્‍કાઉટ ગાઇડને સન્‍માનિત કરેલ. દરેક વિદ્યાર્થીઓની સફળતાનો અને તેને ટ્રેનિંગ આપતા શાળાના શિક્ષકોને શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. આર.પી.મોદી, ધવલભાઇ મોદી, નિધિબેન મોદી, પ્રિન્‍સીપાલો તથા શાળા પરિવારે શુભેચ્‍છા પાઠવી હતી અને જીવનમાં દરેક ક્ષેત્રમાં સિધ્‍ધી પ્રાપ્‍ત કરતા રહો તેવી શુભકામના આપી.

(4:34 pm IST)