Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ અનુસંધાને મનપા - રાજકોટ ફિજીયોથેરાપી એસોસીએશન દ્વારા સેમિનાર યોજાયો

રાજકોટ : ૮ સપ્‍ટેમ્‍બરને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ત્રણેય ઝોનમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ૮ સપ્‍ટેમ્‍બરને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની પૂર્વ સંધ્‍યાએ વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન વતી તેમની એક્‍સપર્ટ ટીમ દ્વારા તા. ૬ સપ્‍ટેમ્‍બરના રોજᅠ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ડેસ્‍કᅠએન્‍ડ વર્ક પ્‍લેસ એર્ગોનોમિક્‍સ તથા વર્કિંગᅠpostureᅠવિશે માહિતી આપી. એર્ગોનોમિક્‍સ સેમિનાર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ત્રણેય ઝોન ઈસ્‍ટ વેસ્‍ટ એન્‍ડ સેન્‍ટ્રલમાં આપવામાં આવી હતી રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશનના હોદ્દેદારો ડોક્‍ટર શૈલેષ કગથરા પ્રેસિડેન્‍ટ,ᅠડોક્‍ટર પારસ જોશી વાઈસ પ્રેસિડેન્‍ટ,ᅠડોક્‍ટર નિશાંત નાર સેક્રેટરીના વડપણ હેઠળ સેન્‍ટ્રલ ઝોનમાં ડોક્‍ટર વૈભવી વેદ,ᅠડોક્‍ટર નિશાંત નાર તથા ડોક્‍ટર રાહુલ છતલાણી વેસ્‍ટ ઝોનમાં ડોક્‍ટર હિરેન છત્રાળા,ᅠડોક્‍ટર ચિરાગ સોલંકી,ᅠડોક્‍ટર હિતેશ મોઢવાડિયા અને ડોક્‍ટર પલક શાહ તથા ઇસ્‍ટ ઝોન માં ડોક્‍ટર અંકુર પારેખ,ᅠડોક્‍ટર મૌલિક શાહ તથા ડોક્‍ટર કોમલ દોશીએ માર્ગદર્શન આપેલું હતું.

(4:35 pm IST)