Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

જુવેનાઇલ ફાઉન્‍ડેશન દ્વારા ડાયાબિટીક બાળકો માટે આંખ અને દાંતનો નિઃશુલ્‍ક ચેકઅપ કેમ્‍પ

રાજકોટ : બે નાની આંખોમાં વિશાળ  બ્રહ્માંડના દર્શન કરવાની ક્ષમતા હોય છે, પરંતુ આ માટે આપણી આંખ તંદુરસ્‍ત અને નિરોગી હોવી જરૂરી છે. જો ડાયાબિટીસ કાબુ બહાર હોય તો આંખની રોશની અને દાંતમાં રોગ ઉદભવે છે. જેને ધ્‍યાનમા લઇ દર વર્ષની માફક આ વર્ષે પણ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન રાજકોટ તથા શહેર ના સ.શા. શ્રી ધર્મજીવનદાસજી (ગુરુકુળ) હોસ્‍પિટલ દ્વારા ડાયાબિટીક બાળકો માટે આંખ અને દાંતનો નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં ૩૪૦ થી વધુ બાળકોની આંખ અને દાંતનું ચેકઅપ નિષ્‍ણાંત ડોક્‍ટરો દ્વારા કરાયું હતું. આ ચેકઅપ કેમ્‍પનો પ્રારંભ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સંતો અને સમાજ શ્રેષ્‍ઠીઓની હાજરીમાં દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. આ તકે  જૈન અગ્રણી અને અગ્રણી  બિલ્‍ડર  ચંદ્રકાન્‍તભાઈ શેઠ દ્વારા ૫૧ હજારનું  અનુદાન સંસ્‍થાને અર્પણ કરાયુ હતું. ઉપરાંત તેમની  તપસ્‍વીની ભૂમિ ગણાતા ઋષિ વાટિકા ફાર્મ હાઉસમાં બાળકો અને તેના પરિવાર માટે સુંદર પીકનીક ગોઠવવા નિમંત્રણ અપાયું હતું. પંચનાથ હોસ્‍પિટલ પ્રમુખ દેવાંગભાઈ માંકડે ડાયાબિટીક બાળકને જયારે પણ ઇન્‍ડોર સારવારની જરૂર પડે ત્‍યારે પંચનાથ હોસ્‍પિટલ દ્વારા નિઃશુલ્‍ક સારવાર આપવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ એસો.ના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અતુલભાઈ પંડયા, સિવિલ હોસ્‍પિટલના મેડી. સુપ્રિ. ડો. રાધેશ્‍યામ ત્રિવેદી, જૈન શ્રેષ્‍ઠિ જયેશભાઇ મહેતા, પંચનાથ હોસ્‍પિટલના સેક્રેટરી મયુરભાઈ શાહ, સત્‍કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલાવાલા, મહાવીર ઇમિટેશનના અતુલભાઈ મહેતા,  JSG રાજકોટ મિડટાઉનના પ્રમુખ મનીષભાઈ મહેતા, GST ફાઇનાન્‍સ એક્‍સપર્ટ જીતેશભાઇ પુનવાણી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ નિદાન કેમ્‍પમાં આંખ વિભાગના ડોક્‍ટરોમાં ડો. સનાતન જાની, ડો. હર્ષ યાદવ , ડો. દીપશિખા મિત્તલ, ડો. ભાગ્‍યશ્રી સાંકળિયા તથા ટેક્‍નિકલ વિભાગના અખિલેશ ત્રિવેદી, અંજનીકુમાર ચૌહાણ, મનીષકુમાર શર્મા, નીતિબેન પ્રજાપતિએ સેવા આપી હતી. જયારે દાંત વિભાગમાં ડો. રચના ચોલેરા, ડો. ભવ્‍ય ઠાકર, ડો. વિસવા મારવાણીયા, ડો. જીત મહેતા,  ડો. ઝરણાં વેકરીયાએ સેવા પ્રદાન કરી હતી. આ નિદાન કેમ્‍પ પ્રસંગે જે.ડી.એફ. રાજકોટના મેનેજીંગ ટ્રસ્‍ટી અપૂલભાઈ દોશીએ ઉપસ્‍થિતિ મહેમાનોનું શાબ્‍દિક તેમજ પુસ્‍તક દ્વારા સ્‍વાગત કર્યું હતું. સાથે  જે.ડી.એફ દ્વારા ચલાવતી પ્રવૃતિઓના ચિતાર આપ્‍યો હતો. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ દરેક બાળકોને ટાઈપ-૧ ડાયાબિટિક સારવારમાં ઉપયોગી કીટ ગિફ્‌ટ સ્‍વરૂપે અપાઈ હતી.

(4:38 pm IST)