Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

સરદારનગર સંઘ ખાતે સ્‍વામી વાત્‍સલ્‍ય સંપન્‍ન

ધર્મઉત્‍સાહ સહ પર્વાધિરાજ પર્યુષણ પર્વ, તપ પારણા સાથે સંઘ સુવર્ણ જયંતિનો ઉમંગ

રાજકોટ,તા. ૭ : ગોંડલ સંપ્રદાયના તીર્થ સ્‍વરૂપા, સુદીર્ધ દીક્ષા પર્યાયધારી વડેરા સાશનચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજી, તત્‍વચિંતક બા.બ્ર.પૂ. જયોતિબાઈ મહાસતીજી આદી સતીવૃંદોની પાવન નિશ્રામાં શ્રી સરદારનગર સ્‍થાનકવાસી જૈન સંઘમાં અત્‍યંત ભાવોલ્લાસ સાથે ચાર્તુમાસની મંગલ આરાધનાઓ ચાલી રહી છે અને આત્‍માની ઉજ્જવલતાઓ અપાવનાર પર્વાધીરાજ પર્યુષણ પર્વ પધાર્યા શાલીભદ્ર સરદારનગર સંઘ તેનું ઉત્‍કૃષ્ઠ ભાવે સ્‍વાગત કર્યુ. તપ, ત્‍યાગનાં તોરણ, દાન, શીલ, ભાવ ધર્મના દિવડા પ્રગટાવી, હૈયાના હેતથી વધાવ્‍યા હતા.

તા.૩૧ નાં રોજ સંવત્‍સરી મહાપર્વનાં દિવસે સવારે ૯.૧૫ થી લગાતાર બપોરે ૨.૧૫ સુધી ક્ષમાપના પ્રવચન તથા આલોયણા કરવાનો લાભ હજારો ભાવિકોએ ખૂબ જ ઉત્‍સાહથી લીધો હતો. મહાપર્વની સલુણી સંધ્‍યાએ જૈનોની કુળદેવી જીવદયામાં લાખો રૂપિયાનાં દાન સાથે સેંકડો બહેનોએ ભાવથી પ્રતિક્રમણ કરી અને મિચ્‍છામી દુઃક્કડમ્‌નાં નાદ સાથે ક્ષમાપનાનાં નાદોથી ઉપાશ્રય ગુંજી ઉઠયો હતો.

માસખમણ સોળભથ્‍થા, ૧૧,૯,૮,૭,૩,૬ આદી ખૂબ સારી તપસ્‍યા થયેલ છે. તા.૧-૯-૨૦૨૨ નાં સુવિશાળ સંખ્‍યામાં તપસ્‍વીઓના પારણા માતુશ્રી લતાબેન જશવંતરાય અજમેરા પરિવાર તરફથી તેમના તપસ્‍વી ચિ.પૂજાબેન મનોજભાઇ અજમેરા ની અઠ્ઠાઈ નિમિતે દરેક તપસ્‍વીઓને સમૂહ ક્ષમાપના બાદ શાતાકારી પારણા કરાવવામાં આવેલ. જયાં દરેક તપસ્‍વીઓને શ્રી સરદારનગર સંઘ, માતુશ્રી ગિરજાબેન જમનાદાસ દામાણી પરિવાર (પૂ.હિરક નંદ જયોત ગુરુણી પરિવાર), પૂ.સ્‍મિતાબાઈ મહાસતીજીનાં સંસારી પરિવાર, હીરક ગુરુભકત, માતુશ્રી ચંદ્રીકાબેન ભીખુભાઈ પારેખ, માતુશ્રી ઈંદીરાબેન અનંતરાય કામદાર, માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર, સરદારનગર સંઘનાં શ્રાવક-શ્રાવિકાઓ તથા અન્‍ય દાતાશ્રીઓ તરફથી રોકડ રકમ, કેસર તથા સુર્વણ, રજત ગીની દ્વારા તપસ્‍વીઓનું સન્‍માન કરાયું હતુ. આ ઉપરાંત આઠેય દિવસ નાના બાળકોએ વિવિધ તપસ્‍યા રાત્રી ભોજન ત્‍યાગ તથા પ્રતિક્રમણ કરવામાં આવેલ. તા. ૪ રવિવારનાં રોજ શ્રી નંદવાણા બોર્ડીંગ ખાતે શ્રીસંઘનું સ્‍વામી વાત્‍સલ્‍યના લગભગ ૨૫૦૦ ભાવિકોએ લાભ લીધેલ હતો. બૃહદ રાજકોટમાં પ્રથમ વખત જ સવા કરોડ અર્હમ નમઃ નાં જાપમાં ૧૨૫ ભાવિકોની આરાધના ચાલી રહેલી છે.કાર્યક્રમોને સફળ બનાવવા સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા, ઉપપ્રમુખ રાજુભાઈ પારેખ, મંત્રીશ્રી મેહુલભાઈ દામાણી, સહમંત્રી ઉપેનભાઈ મોદી, ખજાનચી કિશોરભાઈ શાહ, ટ્રસ્‍ટીગણ વસંતભાઈ મહેતા અને મિલનભાઈ મીઠાણી આદી મહિલા મંડળ, પુત્રવધુ મંડળ, યુવક મંડળ જહેમત ઉઠાવી રહયા છે.

(4:40 pm IST)