Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

રેસકોર્ષ રીંગ રોડ પર એકસેસ પર સ્‍ટંટ કરનારા ભોલો અને સ્‍મિત પકડાયા

એ - ડીવીઝન પોલીસે ગુનો નોંધી બંનેને કાયદો સમજાવ્‍યો

રાજકોટ, તા.૮: રેસકોર્ષ રીંગરોડ પર બે દિવસ પહેલા ગણપતિ વિસર્જન વખતે રેલીમાં બે શખ્‍સો બાઇક પૂર ઝડપે ચલાવી સ્‍ટંટ કરતા હોવાનો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા એ - ડીવીઝન પોલીસે બે શખ્‍સોને પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ સોશિયલ મીડીયામાં ઇન્‍સ્‍ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થતા એ ડીવીઝન પોલીસે તપાસ કરતા આ વીડીયો રેસકોર્ષ રીંગ રોડ પર મગનલાલ આઇસ્‍ક્રીમ સામે બે દિવસ પહેલા ગણપતી વિસર્જન વખતે એક બ્‍લયુ કલરના એકસેસ પર ડબલ સવારી બેદરકારીપૂર્વક એકસેસ ચલાવી પાછળ બેઠેલા શખ્‍સ એકસેસમાં પાછળની સીટ ઉપર ઉભો રહી સ્‍ટંટ કરતો જોવા મળ્‍યો હતો બાદ પોલીસે એકસેસના નંબરના આધારે તપાસ હાથ ધરી ચાલક ભોલો ધનાભાઇ સાટીયા (ઉ.વ.૧૯) (રહે.રામાપીર ચોકડી શાસ્‍ત્રીનગર શેરી નં.૧૧) અને એકસેસની સીટ પર ઉભો રહી સ્‍ટંટ કરનાર સ્‍મીત બચુભાઇ જોગરાણા (ઉ.વ.૧૯) (રહે. અમીન માર્ગ ભરવાડ ચોક હિંગળાજ નગર શેરી નં.૮)ને પકડી લઇ પી.આઇ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમા એ.એસ.આઇ. ભરતસિંહ ગોહિલ, ભગીરથસિંહ ઝાલા, રવીભાઇ વાઘેલા, હરપાલસિંહ જાડેજા, સાગરદાનભાઇ ગઢવી સહિતે કામગીરી કરી હતી.

(4:51 pm IST)