Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ચેક રિટર્ન કેસમાં કે.એસ.એમ. સ્‍પીનીંગ મિલ્‍સના ડાયરેકટરોને એક વર્ષની સજાઃ એક ૪ર લાખની રકમ ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ૮: રૂા. ૧ કરોડ ૪ર લાખના ચેક પાછા ફર્યાના કેસમાં કે.એસ.એમ. સ્‍પીનીંગ મિલ્‍સ લીમીટેડના ડાયરેકટરોને સજાનો હુકમ તથા વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, મે. નિલકંઠ કોટન ફાયબર્સના નામે વેપાર ધંધો કરતા અને આ કામના આરોપી પેઢી જે કે.એસ.એમ. સ્‍પીનીંગ મિલ્‍સ લીમીટેડના નામે મંડીલા કલાન ખન્‍ના તાલુકો-જીલ્લો લુધીયાણા મુકામે આવેલ છે, તેઓએ ફરીયાદી પેઢી નિલકંઠ કોટન પાસેથી રૂા. ૧,૯૭,૬૭,૯૧૧/-નો માલ ખરીદેલ અને આરોપી કંપનીએ રૂા. પ૩,૦૦,૦૦૦/- ચુકવેલ બાકીની રકમ રૂા. ૧,૪ર,૭૪,૬૪પ/- ચુકવવાના બાકી રહેલ, આરોપી કંપનીએ બ્રોકર શૈલેષ વડીલીયા આંચલ એન્‍ટરપ્રાઇઝ, રાજકોટ મારફત માલ ખરીદેલ.

ત્‍યારબાદ ફરીયાદીએ બાકીની રકમની ઉઘરાણી કરતા આરોપી કંપનીએ તેમના બ્રોકર મારફત બાકીની રકમના ચેકો કુલે રૂા. ૧,૪ર,૭૪,૬૪પ/- ના ચેકો તા. ૧૪-૦૯-ર૦૧પ થી તા. ૧૭-૧ર-ર૦૧પ સુધીમાં કુલ ર૪ ચેકો આપેલ જે ચેકો આપતા સમયે આરોપીઓ કંપનીના ડાયરેકટરો વિપનકુમાર મેનેજીંગ ડાયરેકટર તથા રોજ બરોજના વ્‍યવહારમાં સંકળાયેલ અન્‍ય ડાયરેકટરો શિરફીષ મીતલ-લવલિસ મિતલ તથા મંજુ મીતલનાઓએ વચન અને વિશ્‍વાસ આપેલ કે ચેકો સ્‍વીકારાઇ જશે, જેથી બ્રોકર મારફત આપેલ ચેકો બેંકમાં ભરતા તમામ ચેકો ‘સ્‍ટોપ પેમેન્‍ટ'ના શેરા સાથે પરત આવેલ, જેથી ફરીયાદી પ્રમોદભાઇ ઘેટીયાએ નિલકંઠ કોટન વતી તેઓના વકીલ મારફત નોટીસ આપેલ, જે મળી જવા જતા નોટીસનો પ્રત્‍યુતર આપેલ નહિં કે ચેકની રકમ ચુકવેલ નથી. જેથી ફરીયાદીએ રાજકોટના એડી. ચીફ. જયુ. મેજીની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કંપની તથા ડાયરેકટરોને સમન્‍સ નોટીસ કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ હતો.

નીચેની અદાલતે બિનજામીન લાયક વોરંટો કાઢેલ, તેમ છતાં આરોપીઓ હાજર થયેલ નહીં, ફરી તેઓએ તેમના વકીલ મારફત નીચેની અદાલતમાં તેઓની ગેરહાજરીમાં વોરંટ રદ કરવાની અરજી આપેલ, જે નામંજુર કોર્ટે કરતા તે હુકમથી નારાજ થઇ રાજકોટ સેશન્‍સ કોર્ટમાં ફોજદારી રીવીઝન દાખલ કરેલ, જે નામંજુર કરેલ.

નીચેની અદાલતે ફરીયાદીનો કેસ આગળ ચલાવવી અને ફરીયાદીની ફરીયાદ તથા પુરાવાઓનું સોગંદનામું તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ તેમજ ફરીયાદીના વકીલની દલીલો વિગેરે ધ્‍યાને લઇ આરોપીઓ કે.એસ.એમ. સ્‍પીનીંગ મિલ્‍સ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર વિપનકુમાર શિરીષ મિતલ તથા લવલીશ મીતલ તથા મંજુ મીતલ તમામ ડાયરેકટરોને એ.ડી. ચીફ જયુ. શ્રીએ નેગો. ઇન્‍સ્‍ટ્રુ. એકટની કલમ-૧૩૮ તળે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. ૧,૪ર,૭૦,રપ૯/-નો દંડ કરવાનો હુકમ કરેલ છે. જે દંડની રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે,ᅠજે દંડની રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ માસની સાદી કેસની સજાનો હુકમ કમરેલ છે, દંડની રકમ જમા  થયે ફરિયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. આ કામે ફરીયાદી પેઢી નિલકંઠ કોટન વતી રાજકોટના ધારાશાષાી બિનેશ એચ. પટેલ તથા રાજેશ એચ. પટેલ રોકાયા છે.

(5:15 pm IST)