Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હાર - જીત ગૌણ છે લોકોના પ્રશ્‍ને અવાજ ઉઠાવતા રહીશુ : ઇન્‍દ્રનીલ રાજયગુરૂ

રાજકોટ : પૂર્વ રાજકોટની બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર ઇન્‍દ્રનીલ રાજયગુરૂ આજે સવારે મત ગણતરીના સ્‍થળે પહોંચી ગયા હતા. પરંતુ પરિણામ બાદ પણ વિનયપૂર્વક હારનો સ્‍વીકાર કરી વિજેતા ઉમેદવારોને શુભેચ્‍છા પાઠવી હતી. હાર-જીત તો ગૌણ છે લોકોના પ્રશ્‍નો માટે અમે અવાજ ઉઠાવતા રહીશું એવો સંકેત તેઓએ આપ્‍યો હતો. મત ગણતરી સ્‍થળ પર ઇન્‍દ્રનીલ રાજયગુરૂ અને તેમના ટેકેદારો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:05 pm IST)