Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

નવા ગામમાં થયેલ પોલીસમેનની હત્યાના ગુન્હામાં આજીવન સજા પામેલ આરોપીનો થયેલ જામીન ઉપર છૂટકારો

સાંયોગિક પુરાવાની ચેઈન પુરવાર થતી નથી : આરોપી વિરૂદ્ધ કોઈ પુરાવા નથી : એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા અને તેની ટીમની ધારદાર દલીલો

રાજકોટ : ગત તા.૨૮/૩/૨૦૧૩ ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડાયાભાઈ સુરાભાઈએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે તેઓ તા.ર૭/૩/ર૦૧૩ ના રોજ ડયુટીમાં હતા ત્યારે તેમની સાથેના કોન્ટેબલ પ્રમોદભાઈ બુજારથભાઈએ જાણ કરીને બુટલેગર હકાભાઈ સોમાભાઈના ઘરે દારૂની બાતમી હોય તપાસ કરવા જાય છે ત્યારબાદ પોતે મોટરસાઈકલ લઈને કુવાડવા રોડ ઉપર સાત હનુમાન થી આગળ હતા ત્યારે રસ્તામાં પ્રમોદભાઈનું બુલેટ મોટરસાઈકલ પાર્ક કરેલ અને ત્યાથી દશેક ફટના અંતરે સાઈડમાં એક વ્યકિત ઘાયલ હાલતમાં પડેલ હતી જે પ્રમોદભાઈ હતા અને તેને તાત્કાલીક દવાખાને પહોંચાડવાની તજવીજ કરેલ અને ત્યારબાદ સદરહું બનાવમાં હકાભાઈ સોમાભાઈએ કાવતરું રચી પુરાવાનો નાશ કરી અન્યોની મદદ લઈને પ્રમોદભાઈનું મૃત્યુ નીપજાવેલ છે તેવી ફરીયાદ કરેલ હતી. જે કામમાં પોલીસતંત્ર દ્વારા આઈ.પી.સી. કલમ ૩૦૨ તથા ર૦૧ સહીતની ફરીયાદ નોંધી પ્રવીણ વાલજી ભાખોડીયા, ભાવેશ દેવશીભાઈ જીંજુવાડીયા, રણજીત વાલજી ભાખોડીયા, વનરાજ ભીખુભાઈ, અને હકાભાઈ સોમાભાઈ ભાખોડીયા, રમાબેન હકાભાઈની ધરપકડ કરેલ અને તેમની સામે ચાર્જશીટ કરેલ હતું ત્યારબાદ સદરહું કેસ ચાલવા ઉપર આવેલ હતો અને સદરહું કેસ ચાલી જતા રાજકોટની સેશન્સ અદાલત દ્વારા તા.૧૨/૬/ર૦ર૦ ના રોજ ચુકાદો આપવામાં આવેલ હતો.

આ કામમાં આ કામમાં નામદાર સેસન્સ અદાલતે પ્રવીણ વાલજી ભાખોડીયા, ભાવેશ મોહનભાઈ જીંજુવાડીયા, રણજીત વાલજી ભાખોડીયા, વનરાજ ભીખુભાઈ, અને હકાભાઈ સોમાભાઈ ભાખોડીયાને તકશીરવાન ઠરાવી આજીવન સજાનો હુકમ કરેલ હતો અને દરેક આરોપીને ૧૦,૦૦૦ દંડ ભરવાનો હુકમ કરેલ હતો અને રમાબેન હકાભાઈને છોડી મુકેલ હતા.

આ કેસ સાંયોગીક પુરાવાનો હોય અને સાંયોગીક પુરાવાની ચેઈન મળતી ન હોય આરોપીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સદરહું હુકમથી નારાજ થઈને અપીલ કરેલ હતી. સદરહું અપીલ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડમીટ કરી સરકારને નોટીસ કરેલ હતી અને જેમાં પ્રવીણ ભાખોડીયા અને રણજીત ભાખોડીયાએ જામીન અરજી કરેલ હતી.

આ જામીન અરજીમાં રજુઆત કરેલ હતી કે આ કેસમાં આરોપી વિરૂદ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજુ કરી શકેલ નથી, આરોપીના કપડાં અને હથીયારો એફએસએલમાં મોકલેલ નથી. આરોપીઓની સામે ખુન કરવાના હેતુનો પણ પુરાવો સાબીત થતો નથી મહત્વના સાહેદોને ફરીયાદ પક્ષે તપાસેલ નથી. અને આરોપીનું મકાનની માલીકી પણ ફરીયાદ પક્ષ સાબીત કરવામાં નીષ્ફળ ગયેલ છે વગેરે કાયદાકીય મુદાઓની દલીલો કરવામાં આવેલ હતી અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા. ઉપરોકત બચાવપક્ષની દલીલો, અને કાયદાકીય આધારો અને સેસન્સ અદાલતમાં રજુ થયેલ પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા આરોપી પ્રવીણ ભાખોડીયા અને રણજીત ભાખોડીયાને રૂ.૧૦,૦૦૦ ના અપીલ ચાલતા દરમ્યાન જામીન ઉપર મુકત કરેલ છે.

આ કેસમાં વીરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(11:51 am IST)