Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

આનંદનગર કોલોની પાસેથી હિતેષ અને ન્યુ જાગનાથમાંથી અમર દારૂ-બીયર સાથે પકડાયા

ક્રાઈમ બ્રાંચની ટીમનો દરોડોઃ હિતેષને દારૂની ૧૮ બોટલ સાથે અને અમરને ૭ બોટલ અને ૫૦ બીયરના ટીન સાથે ઝડપી લીધો

રાજકોટ, તા. ૯ :. શહેરના કોઠારિયા રોડ પર આનંદનગર કોલોની બગીચા પાસેથી એકને દારૂની ૧૮ બોટલ સાથે અને ન્યુ જાગનાથ પ્લોટ પાસેથી દારૂની સાત બોટલ અને બીયરના ૫૦ ટીન સાથે એક શખ્સને પકડી લીધો હતો.  મળતી વિગત મુજબ શહેરના આનંદનગર કોલોની પાસે એક શખ્સ વિદેશી દારૂ સાથે ઉભો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. હરદેવસિંહ તથા કોન્સ. પુષ્પરાજસિંહ સહિતના સ્ટાફે આનંદનગર કોલોની બગીચા પાસેથી હિતેષ ચમનલાલ વોરા (ઉ.વ. ૩૧) (રહે. આનંદનગર કોલોની કવાર્ટરમાં)ને રૂ. ૯,૩૬૦ની કિંમતની ૧૮ બોટલ સાથે અને એએસઆઈ રાજદીપસિંહ ગોહીલ, જયેશભાઈ નિમાવત અને હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા અને મળેલી બાતમીના આધારે પીએસઆઈ વી.જે. જાડેજા, એએસઆઈ જયેશભાઈ, રાજદીપસિંહ, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે ન્યુ જાગનાથ પ્લોટ પાસેથી અમર હસમુખભાઈ સાગર (ઉ.વ. ૨૭) (રહે. ન્યુ જાગનાથ પ્લોટ-૨૫/એ)ને રૂ. ૨૫,૧૭૮ની કિંમતની દારૂની ૭ બોટલ અને ૬ હજારની કિંમતના ૫૦ બીયરના ટીન સાથે પકડી લઈ રૂ. ૩૬૧૭૮ની મત્તા કબ્જે કરી હતી. નવાગામ છપ્પનીયા કવાર્ટર શેરી નં. ૩માંથી રૂ. ૧૫૦૦ની કિંમતની દારૂની ત્રણ બોટલ સાથે અનીલ પાંચાભાઈ વાલાણી (ઉ.વ. ૨૩) (રહે. નવાગામ શેરી નં. ૩)ને પકડી લીધો હતો.

(3:12 pm IST)