Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ડો.ડેનિશ આરદેસણાની અનોખી સિધ્ધીઃ નાકની લોહીની ગાંઠનું સૌથી નાની વયે સફળ ઓપરેશન

દોશી હોસ્પિટલમાં સારવારઃ દર્દીની દૂરબીનથી ગાંઠ કાઢી

રાજકોટઃ સરવા ગામ (બોટાદ)ના દર્દીને નાકની ત્રણ મહિનાથી તકલીફ હતી. તેમણે પહેલા બોટાદ હોસ્પિટલમાં બતાવેલ હતુંે. ત્યાંના ડોકટરનું કહેવાનું એવું હતું કે નાકનો પડદો ત્રાસો છે. સીટી સ્કેન કર્યા પછી ખબર પડી કે નાકની પાછળના ભાગમાં અને મગજની નીચેના ભાગમાં લોહીની ગાંઠ હતી. આ ગાંઠ લોહીની નળીઓથી બનેલી હોય છે. ગાંઠને અડતાની સાથે જ લોહી વહેવા માંડે છે. પોતાની આવી ગાંઠ જુજ લોકોને જ થાય છે. ત્યાંથીએ દર્દી રાજકોટ એચ.જે. દોશી  હોસ્પીટલમાં ઈએનટી સર્જન ડો.ડેનિશ આરદેસણા પાસે મોકલાવ્યું.

રાજકોટના ખ્યાતનામ ડોકટર ડેનિશ આરદેસણાએ ઓપરેશન હાથ ધર્યુ. ચાર કલાક ચાલેલા લાંબા ઓપરેશન બાદ નાકની બહાર ચેકા માર્યા વિના અંદરથી જ દુરબીન વડે પોતાની કુશળતાથી ગાંઠ બહાર કાઢી આપી ઓપરેશન બાદ દર્દીના સગાએ ડો.ડેનિશ આરદેસણાનો આભાર વ્યકત કર્યો હતો. ૨૪ કલાક બાદ દર્દીને એચ.જે. દોશી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:15 pm IST)