Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કરોડોના ચેક રિટર્ન કેસમાં સાહેદોને તપાસવા દેવાની આરોપીની રદ્દ થયેલ માંગણીને પડકારતી બંને રિવિઝન અરજીઓ રદ્દ

રાજકોટ તા. ૯ : અગાઉ જેને જુદા જુદા પાંચ ચેક રીટન કેસોમાં નીચેની અદાલત તકસીરવાન ઠરાવી ચકેલ છે અને હાલ જુદી જુદી અદાલતોમા જેના વિરૂધ્ધ કરોડોની રકમ સબંધે અનેક ચેક રીટનના કેસો ચાલી રહેલ છે અને જેને જુદા જુદા લોકોનુ કરોડોનુ ફુલેકુ ફેરવેલ છે તે રાજકોટના મવડી વિસ્તારના સરદાર નગર સોસાયટી પાસે આવેલ પટેલ બોડીંગ પાસેની પુનમ સોસાયટીમાં રહેતા અને અટીકામા શીવમ મશીન ટુલ્સના નામે કારખાનુ ધરાવતા મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ નીચેની અદાલતમાં ચાલતા રૂ.૧,૪૦,૪૪,૦૦૦ તથા રૂ. ૧,૩૦,૦૦,૦૦૦ ના બંને ચેક રીટન કેસોમા આરોપીનો પુરાવો પુરો થઈ ગયા બાદ વધુ સાહેદો તપાસવા બંને કેસોમાં નીચેની અદાલતમા અરજીઓ આપતા તે બંને અરજીઓ રદ થતા આરોપીએ બંને હુકમો સેસન્સ અદાલતમા પડકારી કરેલ જુદી જુદી બંને રીવીજન અરજીઓ રાજકોટના એડી .સેસન્સ જ્જ પ્રશાંત જૈને નામંજુર કરતા હુકમો ફરમાવતા આરોપી મહેશ ટીલારાના ભોગ બનનાર અનેક લોકોમા ખુશીનુ મોજુ ફરી વળેલ છે.

કેસની હકિકતો જોઈએ તો મવડી પ્લોટ વિસ્તારના રહિશ જગદિશ ભગવાનજીભાઈ લીબાસીયાએ રૂ.૧,૪૦,૪૪,૦૦૦ની તથા રસીક કેશવજીભાઈ લીબાસીયાએ રૂ.૧,૩૦,૦૦,૦૦૦ ની ચેક રીટનની જુદી જુદી ફરીયાદો આરોપી મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ કરેલ તે કેસ ચાલી જતા ફાઈનલ ચુકાદા ૫૨ બંને કેસો હોય અને ચુકાદાઓ જાહેર થાય તે પહેલા આરોપી તરફથી સાહેદ તપાસવા પુરાવાનો હક ખોલી આપવા માંગણી કરતા નીચેની અદાલતે તે માંગણી નામંજુર કરતા તે બંને ચુકાદાઓ આરોપીએ સેસન્સ અદાલતમા બે રીવીજનોના માધ્યમથી પડકારી નીચેની અદાલતના બંને હુકમો રદ કરવા માંગણી કરેલ.

બંને પક્ષોની રજુઆતો, રજુ દસ્તાવેજી પુરાવો તથા નીચેની અદાલતનુ રેકર્ડ લક્ષે લેતા આરોપી દ્વારા ખંતપૂર્વક કાર્યવાહી કરી રહેલ ન હોવાનુ અને એક બીજા બહાને ઘણો સમય લીધેલ હોવાનુ તેમજ ટ્રાયલ દરમ્યાન ઘણી મૃદતો/તકો મળેલ હોવાનુ અને રેકડ આધારે આરોપીનુ વર્તન પ્રશંસાત્મક ન હોવાનુ ફલીત થાય છે. આરોપીને યોગ્યતા અંગે ફરીયાદીની ઉલટ કરવાના બદલે મામલો મોડો કરવામા વધુ રસ હોવાનુ જણાય છે. આરોપી દ્વારા એફ.એસ. વખતે રજુ કરેલ દસ્તાવેજો પણ આંકે પડી ગયેલ હોય અને કલોઝીંગ પુરશીશ પણ અપાય ગયેલ હોય અને દલીલોના અંતે કામ ફાઈનલ ઠરાવ ઉપર હોય તે વખતે બેક વિટનેશને તપાસવા પુરાવાનો હક ખોલી આપવા અરજી આપેલ, જયારે રીવીજનના કામે ચાર વિટનેસ તપાસવા માંગણી કરેલ પરંતુ આ સાક્ષીઓને તેઓના પુરાવા વખતે શા માટે તપાસેલ નહી તેનુ યોગ્ય કારણ જણાવેલ નથી અને જે તે સમયે તકનો ઉપયોગ કરેલ નથી. આશ્ચર્યની વાત એ છે કે આરોપીના દોષી વર્તનને સ્વીકારવાના બદલે અને ચતુર મુશદાથી આરોપીના વતનને લગત તથ્યોને દબાવવાના બદલે હોશીયાર પૂર્વકના ડ્રાફટીંગથી રીવીજનમા આ અદાલતને પ્રભાવીત કરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. આરોપીને તેના કેસનો બચાવ કરવાનો અધિકાર છે પરંતુ જે તે સમયે કરી શકે, આરોપીનો તે અધિકાર અનિશ્ચિત નથી અને તેમ હોય તો કદી સુનવણી સમાપ્ત ન થાય. રેકડ તેમજ આરોપીનુ આચરણ જોતા તેને પુરાવા માટે વધુ તક પુરી પાડી શકાય તેમ નથી. આરોપી તરફે રજુ થયેલ સુપ્રિમ કોટના ચુકાદાની હકિકતો હાલના કેસની હકિકતોથી ભીન્ન છે લાગુ પડતો નથી. નીચેની અદાલતનો ચુકાદામાં હસ્તક્ષેપ કરવો વાજબી જણાતુ ન હોવાનુ માની આરોપી મહેશ ટીલારાની બંને રીવીજન અરજીઓ રાજકોટની સેસન્સ અદાલત દ્વારા નામંજુર કરતો સીમાચીન્હ રૂપ ચુકાદાઓ ફરમાવામા આવેલ હતો.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી રસીક લીંબાસીયા તથા જગદીશ લીંબાસીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વિરડીયા રોકાયેલ હતા.

(3:17 pm IST)