Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

શહેરમાં બપોર સુધીમાં ૬ કેસ

કુલ કેસનો આંક ૧૫,૪૯૪: આજ દિન સુધીમાં ૧૫,૨૧૭ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૨૫ ટકા

રાજકોટ, તા.૯:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૬ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૬  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૪૯૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૨૧૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૨૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૬૩૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૨૧ ટકા થયો  હતો. જયારે ૩૪ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૭૬,૮૧૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૪૯૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૬૯ ટકા થયો છે.

(3:17 pm IST)