Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મ.ન.પા.ના ૬૦ ટકા સ્ટાફનું રસીકરણ માટે ઊંહુ...!

ડે.મ્યુ. કમિશ્નરે તમામ વિભાગના બાકી રહેતા કર્મચારીઓને વેકસીન લેવા પરીપત્ર પ્રસિધ્ધ કર્યોઃ ૯૭ પાનાની ફાઇલમાં રસી નહી લેનાર કર્મીઓની યાદી

રાજકોટ, તા., ૮: શહેરમાં હવે કોરોનાનો કહોર ઓછો થતો જાય છે. કેમ કે સરકાર દ્વારા કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ કરી દીધો છે. હાલમાં મ.ન.પા.ના કોરોના વોરીયર્સ સ્ટાફનું રસીકરણ ચાલુ છે પરંતુ તેમાં ૬૦ ટકા જેટલા કર્મચારીઓ-અધિકારીઓએ રસી મુકાવવાની ના પાડતા  મ્યુ. કમિશ્નરે આ બાબતે ખાસ પરીપત્ર બહાર પાડી અને જે કર્મચારી અધિકારીઓએ રસી નથી મુકાવી તેઓને રકમ મુકાવી લેવા અનુરોધ કર્યો છે.

આ અંગે મ.ન.પા.ના કર્મચારી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ વેકસીનેશન માટે મોટાભાગના ફેમીલી ડોકટરનો જ આગ્રહ રાખી રહયા છે. તેથી મ.ન.પા. દ્વારા મુકાતી  વેકસીન મુકાવાની ના પાડી રહયા છે.

દરમિયાન મ.ન.પા.ના ડે. કમિશ્નરે પ્રસિધ્ધ કરેલા પરીપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગર પાલીકામાં કોરોના ફન્ટલાઇન વર્કર્સ તરીકે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા તમામ કર્મચારીઓને કોવીડ-૧૯ વેકસીન મુકાવવા અંગે જાણ કરવામાં આવેલ છે. આમ છતા આપની શાખાના તાબા હેઠળના અધિકારી-કર્મચારીઓ કે જેને વેકસીન હજુ સુધી મુકાવેલ નથી તેની યાદી આ સાથે બીડાણથી સામેલ છે. જેથી બાકી રહેલા અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહીત કરી વેકસીન મુકાવવા અંગે જાણ કરશે.

આમ ઉપરોકત પરીપત્ર બાદ જુદી-જુદી શાખાના ૭૦૦ થી ૮૦૦ કર્મચારીઓકે જેઓએ વેકસીન નથી મુકાવી તેઓના નામોની ૯૭ પોતાની યાદી તૈયાર કરી સૌને રસી મુકાવી લેવા માટે જાણ કરવામાં આવી રહી છે.

(3:19 pm IST)