Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મનિષ રાડીયા, જયમીન ઠાકર, ડો.દર્શિતાબેન શાહ અને મીનાબા જાડેજાએ મહાકાલેશ્વર મંદિરે શિશ ઝુકાવી પ્રચારના શ્રીગણેશ કર્યા

વોર્ડ નં.ર માં છેલ્લા ૪૫ વર્ષથી 'કમળ' કયારેય કરમાયું નથી

રાજકોટ,તા.૯: શહેરનો વોર્ડ નં.ર ભાજપનો ગઢ ગણાય છે. આ વોર્ડ વિસ્તારમાં છેલ્લા ૪૫ વર્ષેથી ભાજપનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. ગઈ પાંચ વર્ષની ટર્મ દરમ્યાન આ વોર્ડમાં ભાજપના સક્રિય કોર્પોરેટરો જયમીન ઠાકર, મનીષભાઈ રાડિયા, ડો.દર્શિતાબેન શાહ સહિતના સ્થાનિક કાર્યકરોના સક્રિય સહયોગથી રૂ.૯૫ કરોડના વિકાસ કાર્યો થયા છે. આ ચૂંટણીમાં વોર્ડનં.૨માં ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત હોવાના વિશ્વાસ સાથે ગઈકાલે આ વોર્ડમાં આવેલ મહાકાલેશ્વર મંદિરે પૂજા- અર્ચના કરી, મહાદેવના આશીર્વાદ લઈને લોકસંપર્ક- પ્રચારનો પ્રારંભ કર્યો. આ ચૂંટણીમાં ભાજપની પેનલના ચોથા ઉમેદવાર મીનાબા જાડેજા છે, તેઓ બજરંગવાડી વેપારી એસોશીએશનના પ્રમુખશ્રી અજયસિંહ જાડેજાના ધર્મપત્નિ છે, તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાનું યાદીમાં જણાવાયું છે.

ગઈકાલે ભાજપના ઉમેદવારોને લોકસંપર્ક દરમ્યાન આ વોર્ડની એરપોર્ટ આસપાસની વસાહતો ગીત ગુર્જરી સોસાયટી, આરાધના સોસાયટી, જસાણી પાર્ક, યોગેશ્વર સોસાયટી, ઈન્કમટેકસ સોસાયટી, આર.કે. પાર્ક વગેરે વિસ્તારના લોકોએ ભાજપના ઉમેદવારોને આવકારીને ઠેરઠેર ફૂલહારથી સ્વાગત કર્યું હતું. લોકસંપર્કમાં વોર્ડનં.રના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટાયટા, વોર્ડના ચૂંટણી ઈન્ચાર્જ વિનોદભાઈ પોપટ, મહિલા મોરચાના દિવ્યાબેન કાચા વગેરે કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. દરેક સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારોનું જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:19 pm IST)