Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોંગ્રેસમાં બે ડઝન ઉમેદવારો રીપીટ : ૧૮ ગ્રેજ્યુએટ

પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર તથા પૂર્વ વિપક્ષી નેતા તથા આયાતીને ટીકીટ : સૌથી નાની વયના અર્જુન ગુજરીયા (ઉવ.૨૬) તથા સૌથી મોટી વયના દક્ષાબેન ભેંસણીયા (ઉવ.૬૬)

રાજકોટ,તા. ૯: મ્યુનિ . કોર્પોરેશનની આગામી તા . ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ પદાધિકારીઓ સહિતના મોટા માથાઓને જંગમાં ઉતાર્યા છે . એકંદરે શિક્ષણ , ઉંમર , રીપીટ કોર્પોરેટરોના માપદંડમાં કોંગ્રેસ પાછળ દેખાતી નથી . કોંગ્રેસે પણ યુવા ઉમેદવારોને મોટી ટીમ પસંદ કરી છે તો અનુભવીઓને પણ ટીમમાં આગળ રાખ્યા છે .

૭૨ ઉમેદવારમાં ધો .૧૦ થી વધુ ભણ્યા હોય તેવા ૫૩ ઉમેદવાર છે તો ધોરણ ૧૦ થી ઓછું ભણ્યા હોય તેવા ૧૮ ઉમેદવાર રહેલા છે . જે માહિતી વિપક્ષના રેકર્ડ પર ઉપલબ્ધ કરવામાં આવી છે તેમાં ર ૪ જેટલા બે ડઝન જેટલા કોર્પોરેટરને ફરી ટીકીટ મળી છે જેમાં થોડા સમય પહેલા ભાજપમાંથી આવેલા સીટીંગ મહિલા કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે .

જ્યારે () વયના વોર્ડ નં. ૯નાં અર્જુન ગુવરીયા (ઉવ. ૨૬)ના મોટી વયમાં વોર્ડમાં ૫માં દક્ષાબેન ભેંસણીયા (ઉવ. ૬૬) છે. ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છ ઉમેદવાર ચૂંટણી લડે છે . ૩૦ થી ૪૦ વર્ષ વચ્ચેના ૧૯ અને ૪૦ થી ૫૦ વર્ષ વચ્ચેના ૨૦ યુવાનો આ ચૂંટણી જંગમાં છે . ૫૦ થી ૬૦ વર્ષ વચ્ચેના વયસ્ક અને વડીલ ઉમેદવારોની સંખ્યા પણ ૨૧ છે. મોટા ભાગના કોર્પોરેટરને ફરી ટીકીટ અપાઇ છે.કોંગ્રેસના ઉમેદવારોનાં અભ્યાસ, ઠુંમરની વિગતમાં આ મુજબ છે.

વોર્ડ નં.૧ :  રેખાબેન ગેડીયા -(ઉવ. ૩૫) ધો . ૧૦ , જલ્પાબેન ગોહેલ (ઉવ.-૩૦) ધો . ૯, ડો . અમીત ભટ્ટ -(ઉવ.૫૩) ડીએચએમએસ, ભરતભાઇ શિયાળ (ફોર્મ રદ) (ઉવ.-૫૭ ધો .૧૦

વોર્ડ નં.૨ :નીમીષાબેન રાવલ -૩૨ ધો .૧૦ , અતુલ રાજાણી (ઉવ.૪૫) ધો .૧૦ , યુનુસભાઇ જુણેજા -(ઉવ.૫૧) ધો .૯ , દિવ્યાબા જાડેજા -(ઉવ.૩૨) ધો . ૧૦

વોર્ડ નં.૩ : ગાયત્રીબા વાઘેલા -(ઉવ.૫૦) એલએલબી , કાજલબેન પુરબીયા ધો . ૯ , દાનાભાઇ હુંબલ -(ઉવ.૪૬) ધો . ૧ ર , દિલીપભાઇ આસવાણી -(ઉવ.૫૧) ધો . ૧૦

વોર્ડ નં.૪ : સીમીબેન જાદવ -(ઉવ.૩૭) એમએબીએડ , ઠાકરશીભાઇ ગજેરા -(ઉવ.૫૦) ધો .૧૦ , નારણભાઇ સવસેતા (ફોર્મ રદ) , રામભાઇ જીલરીયા , શીતલબેન પરમાર

વોર્ડ નં.૫ :દક્ષાબેન ભેંસાણીયા -(ઉવ.૬૬) ધો .૮ , લાભુબેન ઠુંગા ધો . ૪ , જીતેન્દ્રભાઇ રૈયાણી -(ઉવ.૪૬) ધો . ૧૧ , હર્ષદભાઇ અઘેરા -(ઉવ.૫૦) ધો . ૮.

વોર્ડ નં.૬ :રતનબેન મોરવાડીયા -(ઉવ.૪૮) ધો .૩ , કિરણબેન સોનારા -(ઉવ.૩૫) ધો .૧૨ , ભરતભાઇ મકવાણા -(ઉવ.૫૪) ધો .૧૧ , મોહનભાઇ સોજીત્રા -(ઉવ.૬૪) એફવાયબીકોમ

વોર્ડ નં.૭:વૈશાલીબેન પંડયા -(ઉવ.૩૪) એમએસડબલ્યુ , અલ્કાબેન રવાણી -(ઉવ.૫૭) બીએ , રણજીતભાઇ મુંધવા -(ઉવ.૩૨) ધો .૧ ર , કેતન જરીયા -(ઉવ.૩૪) બીકોમ .

વોર્ડ નં.૮ : સવિતાબેન શ્રીમાળી -૫૭ ધો .૧૦ , દ્રષ્ટિબેન પટેલ -(ઉવ.૩૩) બીએડ , ડો.જીગ્નેશ જોષી -(ઉવ.૪ર) લો - પીએચડી , નયનભાઇ ભોરણીયા -(ઉવ.૨૬) ધો . ૧૨

વોર્ડ નં.૯ :ધરસંડિયા ચંદ્રિકાબેન -(ઉવ.૬૦) ધો .૧૨ , પ્રતિમાબેન વ્યાસ -(ઉવ.૫૪) બીકોમ , વૈશાલીબેન દોંગા -(ઉવ.૩૪) બીએ , અર્જુનભાઇ ગુજરીયા -(ઉવ.૨૬) એલએલબી

વોર્ડ નં.૧૦ : જયશ્રીબેન મહેતા -(ઉવ.૪૩) બીએડ , ભાર્ગવીબા ગોહિલ -(ઉવ.૩૬) પોસ્ટ ગ્રેજયુએટ , મનસુખભાઇ કાલરીયા -(ઉવ.૫૫) બીએસસી , અભિષેક તાળા -(ઉવ.૩૧) ધો . ૧૨ વોર્ડ નં .૧૧  વસંતબેન માલવી -(ઉવ.૫૧) ધો .૭ , પારૂલબેન ડેર -(ઉવ.૫૪) ધો . ૧૦ , સુરેશભાઇ બથવાર -૫૨ બીઇ એલએલબી, પરેશભાઇ હરસોડા -(ઉવ.૫૧ ધો .૧૨.

વોર્ડ નં.૧૨ : મીતાબેન મારડીયા -(ઉવ.૨૮) ધો .૧૨ , ઉવર્શીબા જાડેજા -(ઉવ.૩૦) એમએ વિજયભાઇ વાંક -(ઉવ.૩૮) ધો .૧૦ , સંજયભાઇ અજુડીયા -(ઉવ.૪૬) બીકોમ

વોર્ડ નં.૧૩ : જાગૃતિબેન ડાંગર -(ઉવ.૪૯) ધો .૧૨ , ગીતાબેન મુછડીયા -(ઉવ.૪૫) ધો .૫ , રવિભાઇ વેકરીયા -(ઉવ.૨૯) ટીવાયબીકોમ , આદિત્યસિંહ ગોહિલ -(ઉવ.૩૦) બીકોમ

વોર્ડ નં.૧૪ :ભારતીબેન સાગઠીયા -(ઉવ.૨૭) બીએ , શ્વેતાબેન વાગડીયા -(ઉવ.૩૯) ધો .૧૧ , વિજયભાઇ જાની બીકોમ., મયુરસિંહ પરમાર -(ઉવ.૩૮) એફવાયબીકોમ

વોર્ડ નં.૧૫ : કોમલબેન ભારાઇ -(ઉવ.૨૮) ધો .૮ , ભાનુબેન સોરાણી ધો .૬ , મકબુલ દાઉદાણી -(ઉવ.૩૫) ધો .૧૦ , વશરામભાઇ સાગઠીયા -(ઉવ.૫૫) એલએલબી

વોર્ડ નં.૧૬ :રસીલાબેન ગરૈયા -(ઉવ.૩૮) ધો .૧૦ , ગાયત્રીબેન ભટ્ટ -(ઉવ.૪૮) ધો .૭ , વલ્લભભાઇ પરસાણા -(ઉવ.૫૧) ધો .૪ , બાબુભાઇ ઠેબા ધો .૮

વોર્ડ નં.૧૭ : જયાબેન ટાંક -(ઉવ.૬૩) ધો .૭ , વસંતબેન પીપળીયા -(ઉવ.૩૩) એમએ , ઘનશ્યામસિંહ જાડેજા -(ઉવ.૪૩) ધો .૧૦ , અશોકભાઇ ડાંગર -(ઉવ.૫૯) બીકોમ , એલએલબી

વોર્ડ નં.૧૮ : ધર્મિષ્ઠાબા જાડેજા -(ઉવ.૨૭) ધો .૯ , નીતાબેન સોલંકી , નિર્મલભાઇ મારૂ -(ઉવ.૪૫) ધો .૫ , હસમુખભાઇ રાંક ધો .૧૦ .

(4:03 pm IST)