Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વોર્ડ નં.૫માં કોંગ્રેસના વફાદાર ઉમેદવારોને પ્રજા જરૂર ચુંટી કાઢશે

સમુહલગ્ન, રકતદાન કેમ્પ, ગૌશાળાઓમાં ઘાસચારો સહિતની સેવા પ્રવૃતિઓ કરેલી : ચારેય ઉમેદવારો જીતેન્દ્રભાઇ રૈયાણી, હર્ષદભાઇ વઘેરા, દક્ષાબેન ભેસાણીયા અને લાભુબેન ઠુંગા કહે છે મહામારીના છેવાડાના માનવી સુધી રાશન-ફુડ પેકેટ પહોંચાડેલ

રાજકોટઃ તા.૯, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૫માં કોંગ્રેસમાંથી પક્ષને વર્ષોથી વફાદાર ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે રાજકારણમાં વર્ષોથી સક્રિય ચારેય ઉમેદવારો જીતેન્દ્રભાઈ રૈયાણી, દક્ષાબેન ભેસાણિયા, હર્ષદભાઈ વઘેરા અને લાભુબેન ઠુંગાએ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં છેવાડાના માનવી સુધી રાશન, ફૂડ પેકેટ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી ઉમદા કામગીરી કરી હતી તેમજ વર્ષ દરમિયાન અનેક સ્થળોએ મેડિકલ કેમ્પ, રકતદાન કેમ્પ, સમુહલગ્ન અને ગૌશાળામાં ઘાસચારો વિતરણ કરી સમાજ પ્રત્યેનું પણ ઋણ ચુકવ્યું છે જેથી ચારેય ઉમેદવારોની પ્રસંસનીય કામગીરીને લીધે દરેક સમાજ તરફથી તેઓને મીઠો આવકાર મળી રહેલ હોવાનું જણાવેલ.

 શહેરના વોર્ડ નંબર ૫ના કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ બાબુભાઇ રૈયાણી (મુન્નાભાઈ ) પટેલ સમાજમાંથી આવે છે અને સમાજના વિવિધ સંગઠનો, સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી રાજકારણમાં સક્રિય છે કોરોના મહામારી વચ્ચે સતત, અવિરત ૫૮ દિવસ સુધી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લોકોના ઘરે ઘરે જઈને રાશન,  અનાજ,તેલ, શાકભાજી તથા જીવન જરૂરિયાત વસ્તુઓ તેમજ ફૂડપેકેટ પહોંચાડી ભુખ્યાઓની જઠરાગ્નિ ઠારી હતી લેઉવા પટેલ સમાજના અગ્રણી ઇમિટેશન જવેલરી એસોસિયેશનના મંત્રી તરીકે પણ ફરજ નિભાવે છે ચંપકનગર ગણેશ ઉત્સવ સમિતિ અને બાલક હનુમાનજી મંદિર પેડક રોડના વિવિધ મહોત્સવમાં પણ તેમનું યોગદાન તેમજ રકતદાન કેમ્પ, સમુહલગ્ન, મેડિકલ કેમ્પ અને ગૌશાળામાં ઘાસચારો આપી સેવાકાર્યો કરી રહ્યા છે. 

જયારે દક્ષાબેન ભેંસાણિયા છેલ્લા ૪૫ વર્ષથી રાજકારણમાં સક્રિય છે દક્ષાબેન વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા છે ૨૦૧૫-૨૦૨૦ની ટર્મમાં લોકોએ કોર્પોરેટર તરીકે ચૂંટીને મોકલ્યા બાદ અનેક વિકાસકાર્યો કરી નિસ્કલંક કામગીરી કરી હતી પ્રજાના હિતમાં વોર્ડ ઓફિસ જિમનેશિયન બનાવવા કરેલી રજૂઆત સફળ રહી હતી તેમજ ગાંધી સ્મૃતિ સોસાયટી, મારુતિ સોસાયટી અને ન્યુ શકિત સોસાયટીને સુચિતમાંથી ટાઇટલ કરાવવામાં દક્ષાબેનનો સિંહ ફાળો રહ્યો હતો ૨૫ વર્ષથી પ્રાથમિક સુવિધા વિહોણા વોર્ડ નંબર ૫માં નવાગામથી ૫૬ કવાટર, શકિત સોસાયટી, ખોડિયાર પાર્કમાં લાઇટ, પાણી, રોડ રસ્તા પેવીંગબ્લોકનું કામ કરાવ્યું હતું ૨૦૧૬માં ધારાસભ્ય અને ઊર્જા પેટ્રો કેમિકલ મંત્રીને સફળ રજૂઆત કરી જીએસપીસી દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડ્યો હતો. 

 હર્ષદભાઈ વશરામભાઈ વઘેરા છેલ્લા ૨૦ વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને દલિત સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ થકી સારી નામના ધરાવે છે સંગઠનમાં રહી પક્ષ માટે અને લોકઉપયોગી અનેક કર્યો કર્યા છે. ડ્રેનેજ, રોડ-રસ્તા જેવી સુવિધાઓ અપાવવા લોકોની પડખે ઉભા રહીને તંત્રનો કાન આંબળીને લોકોને સુવિધા અપાવવામાં સફળ રહ્યા છે.

જયારે લાભુબેન ગિરીશભાઈ ઠૂંગા છેલ્લા ૨૫ વર્ષી સક્રિય છે તેમના પતિ સ્વ. ગિરીશભાઈ ઠૂંગા માલધારી સેલના પ્રમુખ અને શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા તેઓ ૪૦ વર્ષથી પક્ષને વફાદાર હતા ૨૦૧૨ની વિધાનસભામાં બીમાર હોવા છતાં ગિરીશભાઈએ ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુ સાથે ખભે ખભો મિલાવીને પ્રચાર કર્યો હતો અને પક્ષે સોંપેલી જવાબદારી સારી રીતે સંભાળી ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુને વિજેતા બનાવ્યા હતા ૪ ચોપડી ભણેલા લાભુબેન પોતાની આગવી કોઠાસૂઝથી સમાજમાં અને વિસ્તારમાં સેવાકીય કાર્યો કરીને બહુનામના હાંસલ કરી છે તેઓ બ્રહ્મકુમારીઝ વિશ્વ વિધ્યાલય સાથે છેલ્લા ૧૫ વર્ષથી જોડાયેલ છે. મંછાનગર મહિલા મંડળ અને મચ્છો માતાના સત્સંગ મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. તસ્વીરમાં કોંગી ઉમેદવારો સાથે અરવિંદભાઇ ભેસાણીયા, દિનેશભાઇ લુણાગરીયા અને ચાંદનીબેન લીંબાસીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

વોર્ડનં.૫ના કોંગ્રેસના ઉમેદવારો

જીતેન્દ્રભાઈ રૈયાણી મો. ૯૮૨૪૨ ૨૧૧૧૧, હર્ષદભાઈ વઘેરા મો. ૯૮૯૮૮ ૪૫૮૯૦, દક્ષાબેન ભેસાણીયા મો. ૯૩૭૪૫ ૭૧૪૦૦, લાભુબેન ઠુંગા મો. ૯૯૨૫૦ ૨૭૫૧૯  

(4:04 pm IST)