Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

શહેર કોંગ્રેસ પ્રમુખ ચુંટણી લડતા હોઇ કાર્યકરી હોદ્દેદાર મુકવા માંગ

રમેશ તલાટીયા ત્થા ગજેન્દ્રસિંહ ઝાલાએ પ્રદેશ પ્રમુખને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૯ : શહેર કોંગ્રેસ પ્રમુખ મ.ન.પા.ની ચૂંટણી લડતા હોવાથી તેઓની સાથે અન્ય કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવા કોંગ્રેસના સિનિયર કાર્યકરો રમેશ તલાટીયા ત્થા ગજેન્દ્રસિંહ ઝાલાએ પ્રદેશ પ્રમુખને પત્ર પાઠવ્યો છે.

 

આ પત્રમાં જણાવાયુ છે કે રાજકોટ શહેરમાં આગામી મહાનગરપાલિકા ર૦ર૧ ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં ચૂૂંટણી લક્ષી સાહિત્ય, પ્રચાર અન્ય મીટીંગો, સભાઓ કરવાની હોય, ડોર ટુ ડોર પ્રચાર પણ કરવાનો હોય ત્યારે વર્તમાન પ્રમુખ અશોકભાઇ ડાંગર હાલ વોર્ડ-૧૭માં ચૂૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેઓ પુરતુ ધ્યાન ન આપી શકે તે સ્વાભાવિક છે ત્યારે વોર્ડ -૧૭ સિવાયના અન્ય વોર્ડ નં. ૧,ર,૩,૪, પ,૬,૭,૮,૯,૧૦,૧૧, ૧ર,૧૩,૧૪,૧પ,૧૬,૧૮માં પ્રચાર વેગવાન બનાવવા યોગ્ય સંકલન કરવા અને ભાજપને ભરી પીવા માટે તાકીદની અસરથી ર૦૧પ ની જેમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકેની નિયુકિત કરવા વિનંતી છે.

(4:06 pm IST)