Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વાવડીના પ્લોટ નં. ૫૨ની જમીન પચાવી પાડવા અંગે પ્રતિબંધીત કાયદા હેઠળ કલેકટરને ફરિયાદ

રાજકોટ,તા. ૯: વાવડીના પ્લોટ નં. ૫૨,ની જમીન બાબતે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધીત કાયદા નીચે જીલ્લા કલેકટર શ્રીને ગુનો નોંધવા અંગે ફરીયાદ થયેલ છે.

રાજકોટના રહિસ સમીરભાઇ વલ્લભભાઇ અધેરા (પટેલ) રાજકોટમાં 'સંતોષી મશીન ટુલ્સ' ના નામથી કારખાનુ કરાવે છે અને ધંધો કરે છે અને તેઓની માલીકીનો પ્લોટ રાજકોટ ગોંડલ ચોકડી, બી.આર.ટી.એસ. બસ સ્ટેશનની સામે, વાવડી ગામના રેવન્યુ સર્વ નં. ૪૧/૧ પ્લોટ નં.૫૨, ઉપર આવેલ છે. તે જમીન ચોરસ વાર ૬૬૬-૬ વેચાણ દસ્તાવેજ ખરીદ કરેલ છે. ત્યારથી પ્લોટના સમીરભાઇ એકા માત્ર સ્વતંત્ર માલીક અને કબ્જેદાર બનેલ છે.

છેલ્લા ઘણા સમયથી વાવડીના પ્લોટ નં. ૫૨, ઉપર (૧) દ્વારકાધીશ ટી સ્ટોલ ભરવાડ વ્યકિતએ ટી સ્ટોલ શરૂ કરેલ છે. તેમજ અન્ય વ્યકિતએ (૨) ડીલકસ પાન નામથી ધંધો શરૂ કરેલ છે. તથા (૩) શ્રી રાધિકા સરાફી સહકારી મંડળી લી. શરૂ કરેલ છે. તથા (૪) મલ્ટીબ્રાન્ડ કારસ્પાનું બાંધકામ કરીને ત્યાં ધંધો શરૂ કરેલ છે. તમામ લોકોએ એક સંપ કરીને એક બીજા સાથે મળી મંડળી બનાવીને કાવતરૂ કરી બીન કાયદેશરીતે પ્લોટ ઉપર ભરવાડ સહિતનાઓએ અન્ય સાથે મળીને પાકુ બાંધકામ કબ્જો જમાવેલ છે અમા ફરીયાદીની જમીન ઉપર ગેરકાયદેસર ધંધો શરૂ કરેલ છે. બાંધકામ કરીને ટી સ્ટોલ, પાનની દુકાનો તથા સહકારી મંડળી અને કારનું સર્વીસ સ્ટેશન બનાવેલ છે.

ઉપરાંત ખોટા દસ્તાવેજો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને, ઇલેકટ્રીક કનેકશન મેળવીને લાઇટ કનેકશન પણ લીધેલ છે. આમ આ બાબતે ફરીયાદી સમીરભાઇ વલ્લભભાઇ અધેરાની મિલ્કત હોવાનું આ ૪ ધંધો કરતા વ્યકિતઓ / આરોપીઓ જાણતા હોવા છતાં ગેરકાદેસર રીતે ફરિયાદીની પ્લોટ ઉપર આવીને પાકુ બાંધકામ કરીને પોતાનો ધંધો શરૂ કરીને આર્થિક લાભ લેતા હોય તેથી આ તમામ (૧) દ્વારકાધીશ ટી સ્ટોલ (૨) ડીલકસ પાનના માલીક (૩) રાધિકા સરાફી સહકારી મંડળી લી. (૪) મલ્ટીબ્રાન્ડ કારસ્પાની વિરૂધ્ધ ફરીયાદી સમીરભાઇ વી.અધેરાએ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રૂબરૂમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધીત કાયદાની કલમ ૪ (૧), ૪ (૩), ૨-ઇ તથા આઇ.પી.સી.ની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, ૧૪૩, ૧૨૦ -બી મુજબ ગુનો નોંધવા હુકમ કરવા ફરિયાદ કરેલ છે.

(4:08 pm IST)